Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
‘ગદ્દારી મારા લોહીમાં નથી, રાજનીતિ મારો વિષય નથી’, હાર્દિક પટેલે કેમ કરી આવી સ્પષ્ટતા?
હાર્દિક પટેલ રાજદ્રોહના કેસમાં જામીન પર છૂટ્યો છે અને હાલમાં હરિદ્વાર ગયો છે. આ દરમિયાન તેણે જાટ તથા ગુર્જર અઆનામત આંદોલનના નેતાઓની પણ મુલાકાત લીધી હતી. તે ગુજરાતમાં પાછો ફરે પછી તેણે જાહેર સભાનું આયોજન કર્યું છે તેમાં નીતિશ કુમાર હાજરી આપે તેવી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાત લીધી તેના પગલે હાર્દિક સામે પાસમાંથી જ વિરોધ ઉઠ્યો છે. પાસના કેટલાક નેતાઓએ હાર્દિક પાટીદારોના નામે રાજકારણ રમતો હોવાનો આક્ષેપ કર્યો છે.
હાર્દિક પટેલ સામે તે રાજકારણમાં જોડાશે અને ભાજપ વિરોધી રાજકીય પક્ષોનો હાથો બની ગયો છે તેવા આક્ષેપો અગાઉ પણ થયા છે. હાર્દિકે દરકે વાર સ્પષ્ટતા કરી છે કે પોતાને રાજકારણમાં કોઈ રસ નથી અને માત્ર પાટીદારોને ન્યાય અપાવવા જ તેણે આંદોલન તથા લડત શરૂ કર્યાં છે.
હાર્દિકે આગળ લખ્યું છે કે અત્યારે હું સમાજની આ લડાઈમાં તમામ લોકો નો સહયોગ માંગી રહ્યો છું. હું ફરીથી કહું છું કે સમાજને ન્યાય અપાવીશ, ગદ્દારી મારા લોહીમાં નથી. રાજનીતિ મારો વિષય નથી. મારો વિષય સિધ્ધાંતની સાથે સત્યના માર્ગે ચાલવું છે. જય સરદાર
હાર્દિક પટેલે આ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે અને ફરી એક વાર સ્પષ્ટતા કરી છે કે પોતાને રાજકારણમાં કોઈ રસ નથી અને પોતે માત્ર ને માત્ર પાટીદારોનાં હિતોની લડાઈ લડી રહ્યો છે. હાર્દિકે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે, હું ખોટો અને સ્વાર્થી ત્યારે ગણાઇશ જયારે હું રાજનીતિમાં જોડાવું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -