NRIના પુત્રના અપહરણમાં માતાનું જ પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા, સોનલને 4 વર્ષથી છે લગ્નેતર સંબંધો
જો કે સોનલે પોલીસ પોતાને ફસાવી રહી છે તેવો આક્ષેપ કર્યો છે. સોનલની ફરિયાદ છે કે તેના પતિએ છેલ્લાં સાત વર્ષથી તે શું કરે છે તેની કાળજી પણ લીધી નથી. તેણે પોતે જયનું અપહરણ કરાવ્યું હોવાની વાતને નકારી છે. પોલીસ તપાસમાં લાગી છે ત્યારે આ કેસમાં વધુ રસપ્રદ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે એમ પણ કહ્યું કે હું સોનલ સાથે દિવાળી સુધીમાં લગ્ન પણ કરવાનો છું. દીપકની સગાઈ પણ થઈ હતી પણ તેણે સોનલ સાથેના પ્રેમ સંબંધના કારણે સગાઈ તોડી નાંખી છે. રસપ્રદ વાત એ છે કે જયના અપહરણના દિવસે જ તેણે સગાઈ તોડી છે.
દીપક નિમાજે ઘોડાસરમાં રહેતો હતો અને સોનલની માતાની સામે જ તેનું ઘર હતું. દીપકનો દાવો છે કે સોનલ સાથે તેને છેલ્લાં ચાર વર્ષથી સોનલ સાથે સંબંધો છે અને સોનલના પરિવારને આ સંબંધોની જાણ થતાં મોટો ઝગડો થતાં દીપક પોતાના પરિવાર સાથે નારોલ ભાડે રહેવા જતો રહ્યા છે.
અમદાવાદ : અમેરિકાના બોસ્ટનમાં રહેતા એનઆરઆઈ વિષ્ણુ પટેલના 12 વર્ષના દીકરા જયના અપહરણના કેસમાં નવો ફણગો ફૂટ્યો છે. આ અપહરણ પાછળ જયની માતા સોનલ પટેલનું પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની વાત બહાર આવતાં પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે સોનલના પ્રેમી મનાતા દીપક નિમાજેની બુધવારે પૂછપરછ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -