✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ પાર્ટ ટાઇમ ટેલિકોલર તરીકે નોકરી કરતી કોલેજીયન યુવતીનો હાથ પકડી બોસે કરી શું માંગણી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Sep 2018 04:08 PM (IST)
1

આ અંગેની વિગતો એવી છે કે, જૂના વાડમાં રહેતી કાવ્યા(નામ બદલ્યું છે) કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને ચિનુભાઈ ટાવરમાં આવેલી નિલય એન્ટરપ્રાઇઝ નામની વેલ્વેટ પેન્સિલના મશીન બનાવતી કંપનીમાં ટેલિકોલર તરીકે નોકરી કરી છે. આ કંપનીના બોસ સંજય શુક્લાએ યુવતીને બે દિવસ પહેલા સાંજના સમયે પોતાની કેબિમાં બોલાવી હતી અને છેડતી કરી હતી.

2

અમદાવાદઃ શહેરની જાણીતી કોલેજમાં અભ્યાસ કરતી અને પાર્ટટાઇમ ટેલિકોલર તરીકે નોકરી કરતી યુવતી સાથે તેના બોસે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ આ મામલે વિરોધ કરતાં જાતિ વિષયક ગાળો આપી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

3

બોસના આવા વર્તનથી યુવતી ડઘાયેલી કાવ્યા ઘરે જતી રહી હતી. બીજા દિવસે બપોરે કાવ્યા પોતાના ભાઈ સાથે ઓફિસે પગાર લેવા ગઈ હતી. ત્યારે સંજય શુક્લા નશાની હાલતમાં હતો અને તેણે પગાર આપવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં, તેને બદનામ કરવાની ધમકી પણ આપી હતી. આ અંગે નવરંગપુરા પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આરોપી શુક્લાની અટકાયત કરી હતી.

4

સંજય શુક્લાએ કાવ્યાને કહ્યું કે, તારે કસ્ટમર સાથે મીઠી વાત કરવાની અને તેમને એમ્પ્રેસ કરવાના છે. કસ્ટમર કહે તો તેની સાથે વીડિયો કોલિંગ પણ કરવાનું કહ્યું હોવાનું યુવતીએ ફરિયાદ કરી છે. આ સમયે તેના બોસે કાવ્યાનો હાથ પકડી લીધો હતો અને આઇ લવ યુ કહ્યું હતું.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ પાર્ટ ટાઇમ ટેલિકોલર તરીકે નોકરી કરતી કોલેજીયન યુવતીનો હાથ પકડી બોસે કરી શું માંગણી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.