અમદાવાદઃ પ્રેમી પછી વૃદ્ધે પણ બનાવી હવસનો શિકાર, યુવતી કઈ રીતે પહોંચી પોલીસ પાસે

અમદાવાદ: વડનગરની યુવતીને પ્રેમીએ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો અને તેને મોડી રાતે ગાંધીનગરની ઝાળીમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી તે યુવતીને છોડીને જતો રહ્યો હતો. બીજી તરફ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને પહોંચેલી યુવતીને કામ અપાવવાની લાલચ આપીને એક વૃદ્ધે પણ હવસનો શિકાર બનાવી હતી.
આ પછી યુવતીએ હસમુખભાઈની આસપાસમાં રહેતી મહિલાઓને પોતાની આપવીતી જણાવતા તેઓ તેને કાગડાપીઠ પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યાં તેમણે હસમુખભાઈ સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી.
દરમિયાન યુવતીનો સંપર્ક ૬૩ વર્ષીય હસમુખભાઇ ઉર્ફે બાબુલાલ મકવાણા (રહે ખસીપુરા, રાયપુર) સાથે થયો હતો. આ વૃદ્ધે યુવતીને સાંત્વના આપી હતી અને કામ અપાવાનું કહીને તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં મોડી રાતે તેણે પણ યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને કોઇને આ અંગે કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ જ રાતે મયુર યુવતીને ગાંધીનગર એસટી બસ સ્ટેશનની પાછળ આવેલી અવાવરું જગ્યામાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બીજા દિવસે મયુર યુવતીને લઈને કાલુપુર રેલવે સ્ટેશન આવ્યો હતો. અહીં તેણે પાણી લઈને આવું છું, તેમ કહીને ગયો હતો અને પછી પરત ફર્યો નહોતો. બીજી તરફ યુવતીએ મયુરની શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પતો લાગ્યો નહોતો.
આ અંગેની વિગતો એવી છે કે, મહેસાણા જિલ્લાના વડનગરમાં રહેતી 25 વર્ષીય યુવતીને મયુર દશરથભાઈ પટેલ નામના યુવક સાથે એક વર્ષથી પ્રેમસંબંધ હતા. દરમિયાન ૧૧ જૂનના રોજ મયુર લગ્નનું વચન આપીને યુવતીને વડનગરથી ભગાડી ગાંધીનગર લાવ્યો હતો.