લોકસભાની ચૂંટણી માટે ભાજપે બનાવેલી સમિતીઓમાં માત્ર 4 ગુજરાતી, જાણો કોને કઈ સમિતીમાં લેવાયા?
માત્ર એનજીઓ સાથે સંપર્ક બાબતની સમિતિમાં કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેન્દ્રીય યોજનાઓના લાભાર્થીઓને એકઠાં કરવાની સમિતિમાં ભાર્ગવ ભટ્ટ, ભાજપની બાઈક રેલી કાઢવાની સમિતિમાં પ્રદીપસિંહ વાઘેલા તથા સોશિયલ મીડિયા સમિતિમાં પંકજ શુકલને સ્થાન આપવામાં આવ્યું છે.
ભાજપનું સંકલ્પપત્ર તૈયાર કરવાની મહત્વની કમિટીમાં મૂકવા માટે પણ રાજ્યના એક પણ નેતાની પસંદગી થઈ નથી. આવી જ રીતે પ્રચાર-પ્રસાર સમિતિ, સાહિત્ય નિર્માણ સમિતિ, મીડિયા સમિતિ, પ્રવાસ સમિતિ, પ્રબુદ્ધ સંમેલનની તૈયારી માટેની સમિતિ, ચૂંટણી આયોગ સાથે સંપર્ક બાબતની સમિતિ, ટ્રાન્સપોર્ટેશન સમિતિમાં ગુજરાતને કોઈ પ્રતિનિધિત્વ અપાયું નથી. જેની હાલ ભાજપના કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે.
રાજ્યના ભાજપના આગેવાનો આ બાબતે જાહેરમાં એવું આશ્વાસન લઈ રહ્યાં છે કે, વડાપ્રધાન અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં હોવાથી રાજ્યને ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે.
અમદાવાદ: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે લોકસભાની ચૂંટણી સંબંધે જુદીજુદી કેન્દ્રીય સમિતિઓનું નિર્માણ થયું છે પરંતુ એમાં ગુજરાતના માત્ર ચાર જ નેતાને જ સ્થાન મળ્યું છે.