✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલના ઉપવાસનો આજે 19મો દિવસ; હાર્દિકને મળવા કોણ-કોણ આવી શકે છે? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Sep 2018 10:54 AM (IST)
1

સરકાર જ કાસ્ટ બેઝ રાજનીતિ કરીને ફરી 2019માં સત્તામાં આવવા માટે ફાંફાં મારે છે. કોંગ્રેસના ધારાસભ્ય અને પાટીદાર અગ્રણીઓએ હાર્દિકની મુલાકાત લઈને પારણાં કરવા માટે અપીલ કરી હતી.

2

ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે, સરકાર જાણી જોઈને હોમ હવન કરાવી દેશમાં અરાજકતા, સમાજમાં વિદ્રોહ કરાવી, ઈમરજન્સી લાદી ફરી સત્તામાં આવવા માંગે છે. જ્યારથી દેશમાં આરએસએસ અને ભાજપ સરકાર સત્તા પર આવી છે ત્યારથી લોકશાહી ખતમ થઈ ગઈ છે અને હિટલરશાહી શરૂ થઈ ગઈ છે.

3

અમદાવાદ: હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના સમર્થનમાં દેશભરમાંથી નેતાઓ, લોકો આવી રહ્યા છે. પાટીદારો જ નહીં અન્ય સમાજનું પણ તેને સમર્થન મળી રહ્યું છે. ત્યારે હાર્દિક પટેલને તેના ઉપવાસના સમર્થનમાં પ્રશાંત ભૂષણ અને કથાકાર મોરારિ બાપૂ, રમેશ ઓઝા મળવા આવે તેવી ચર્ચા ચાલી રહી છે.

4

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ ઉપવાસ પર બેઠાને આજે 19 દિવસ થયા છે. ત્યારે તેને મનાવવા માટે ગુજરાત સહિત દેશમાંથી ઘણાં નેતા આવી ગયા જોકે તે પારણા કરવા તૈયાર નથી. હાર્દિકનું કહેવું છે કે, જ્યાં સુધી મારી માંગણીઓ સ્વીકારવામાં આવશે નહીં ત્યાં સુધી પારણાં કરવામાં આવશે નહીં.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિક પટેલના ઉપવાસનો આજે 19મો દિવસ; હાર્દિકને મળવા કોણ-કોણ આવી શકે છે? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.