✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ હાર્દિક સામે ભાજપના કયા પાટીદાર નેતાના ઘર સામે દેખાવો બદલ ફરિયાદ થઈ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Mar 2017 10:16 AM (IST)
1

વસ્ત્રાલના કોર્પોરેટર પરેશ પટેલના ફેસબુક પર કેટલાક લોકોએ પાટીદાર આંદોલનને લઈને કોમેન્ટ કરી હતી. કોમેન્ટ મુદ્દે કોર્પોરેટરે ફરિયાદ કરતાં પોલીસે કેટલાક યુવકોની અટકાયત કરી હતી. જેને લઈને હાર્દિક અને કેટલાક યુવકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રામોલ પોલીસ સ્ટેશને પહોંચી યુવકોને છોડવાની માંગ કરી હતી. એટલું જ નહીં, હાર્દિક સહિતના પાટીદારો પરેશ પટેલના ઘરે પણ પહોંચ્યા હતા.

2

પરેશ પટેલે નોંધાવેલી ફરિયાદમાં હાર્દિક ઉપરાંત ગીતાબેન પટેલ, મહેશ દાઢી, કિરણ રતિલાલ પટેલ, અક્ષય ભૂરિયો, નચિકેત મુખી, વિપુલ પટેલ, પ્રતિક પટેલ, કૌશલ પટેલ, નિકુંજ પટેલ, મનોજ પટેલ, અંકિત પટેલ, સિંઘવ પટેલ, મિલન સુથાર, અંકિત પટેલ, રાહુલ પટેલના નામ છે.

3

4

ફરિયાદ અનુસાર હાર્દિક પટેલ સોસાયટીની બહાર ફોર્ચુનર કાર લઈને ઉભો હતો અને લોકોને ઉશ્કેરતો હતો કે, પરેશને બહાર ખેંચી લાવો તે લોકોને ખોટા જેલમાં પુરાવે છે. હાર્દિક સિવાયના લોકો બુમાબુમ કરતાં હતા કે, પરેશ કોર્પોરેટરને બહાર કાઢો આજે તેની ખેર નથી કહીંને બિભત્સ ગાળો બોલતા હતા. આ સાથે જ મારી નાખવાની ધમકી આપતા હતા. ટોળાએ નામની પ્લેટ અને ભાજપ પાર્ટીનો ઝંડો સળગાવી દીધો હતો.

5

કોર્પોરેટરના ઘર પાસે હોબાળો થતા પોલીસ કાફલો ત્યાં પહોંચી ગયો હતો. જેથી હાર્દિક અને અન્ય યુવકો ત્યાંથી જતા રહ્યાં હતા. જોકે, પોલીસે 10 લોકોને ઝડપી લીધા હતા. આ પછી કોર્પોરેટર પરેશ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, હાર્દિક સહિતના અસામાજિકતત્વો તેમના ઘરે હુમલો કરવા પહોંચ્યા હતા. જે મુદ્દે રામોલ પોલીસે તમામ સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.

6

7

8

અમદાવાદઃ ભાજપના નેતાના ઘરની સામે હાર્દિક પટેલને દેખાવો કરવા ભારે પડ્યા છે. ભાજપના નેતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે હાર્દિક સહિત 60 જેટલા લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે. પોલીસે અત્યાર સુધી 10 જેટલા લોકોની ધરપકડ કરી લીધી છે. હાર્દિકે વસ્ત્રાલના ભાજપના કોર્પોરેટર પરેશ પટેલના ઘરની સામે હોબાળો મચાવ્યો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ હાર્દિક સામે ભાજપના કયા પાટીદાર નેતાના ઘર સામે દેખાવો બદલ ફરિયાદ થઈ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.