સેક્સ પાવર વધારવા જયેશ વાપરતો ખાસ ટ્યુબ, છોકરીના ગુપ્તાંગ પર લગાવવાથી થઈ શું અસર. જાણો
વડોદરાઃ પોતાની વિદ્યાર્થીની પર રેપ કરનારા પારુલ યુનિવર્સિટીના પૂર્વ ટ્રસ્ટી ડૉ. જયેશ પટેલની સેક્સ લાઇફને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે. જયેશ પટેલ લાંબા સમય સુધી સેક્સ માણવા માટે ઝાયલોકેન (જેલી) નામની ટ્યૂબનો ઉપયોગ કરતો હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે. વડોદરા પોલીસે શહેરના સેકસોલોજિસ્ટ પાસેથી કેટલીક જાણકારી મેળવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે પીડિતાએ પણ પોતાની ફરિયાદમાં જયેશ પટેલે તેના ગુપ્તાંગમાં ટ્યૂબ લગાવી હોવાની વાત કરી હતી. જોકે, પોલીસને જયેશ પટેલે ઉપયોગમાં લીધેલી ટ્યૂબ મળી શકી નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ હાલમાં શહેરના સેક્સોલોજીસ્ટને મળીને આ ટ્યૂબ અંગે વધુ માહિતી મેળવી રહી છે. નોંધનીય છે કે રેપનો ભોગ બનનારી વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ જ્યારે તેના ગુપ્તાંગમાં ટ્યૂબ લગાવી હતી ત્યાર બાદ ગુપ્તાંગનો ભાગ સંવેદનહીન થઇ ગયો હતો. પોલીસે આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી જયેશ પટેલે સ્ટુડન્ટ સાથે દુ્ષ્કર્મ આચરતા પૂર્વે જે ટ્યૂબનો ઉપયોગ કર્યો હતો તે ટ્યૂબ ઝાયલોકેન નામની ટ્યૂબ (જેલી) છે. આગળની સ્લાઇડમાં વાંચોઃ ઝાયક્લોન ટ્યૂબ વિશે
ડો. જયેશ પટેલે પોતાના જે સ્ટાફ ક્વાટર્સના કમ્બાઇન્ડ રૂમ નંબર-103 અને 104માં વિદ્યાર્થીની પર રેપ કર્યો હતો તે રૂમમાંથી ટ્યૂબ અને કોન્ડોમ હતા પણ જે અચાનક ગુમ થઇ ગયા હતા.
ઝાયક્લોન ટ્યૂબ લગાવવાથી ગુપ્તાંગનો ભાગ બહેરાશ મારી જાય છે. આ ઉપરાંત સમાગમ કરતી વખતે યુવતીને દુઃખાવો થતો નથી અને પુરૂષ લાંબા સમય સુધી સમાગમ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝાયલોકેન ટ્યૂબ લગાવાથી જે તે અંગમાં 10થી 15 મિનિટ સુધી સંવેદનહીન બને છે.
આ ટ્યુબ સહિતની વસ્તુઓ ક્યાં ગઇ તેની જયેશ પટેલે પણ પોલીસ રિમાન્ડ દરમિયાન કોઈ માહિતી આપી નથી. આ બનાવની તપાસ કરનાર પોલીસ ટીમને પણ આજદિન સુધી આ અંગે કોઈ ભાળ મળી નથી.
નોંધનીય છે કે આરોપી જયેશ પટેલના બ્રેઈન મેંપિગ અને પોલીગ્રાફી અંગેની સુનાવણી હતી. જેમાં બચાવ પક્ષના વકીલે જયેશ પટેલના બિમારીના મુદ્દા સાથે દલીલ કરી હતી. વડોદરા જિલ્લાના વાઘોડીયા કોર્ટમાં હવે આગામી સુનાવણી ૧૧ જૂલાઈએ યોજાશે. તેમજ ૧૩ જૂલાઈના રોજ આરોપી જયેશ પટેલને કોર્ટમાં હાજર કરવામાં આવશે.