હાર્દિકે મોદીની સ્ટાઈલમાં 3 D હોલોગ્રામ ટેકનોલોજીથી સભાનો વિચાર કેમ પડતો મૂકવો પડ્યો ? જાણો રસપ્રદ કારણ
વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રસારણ કરાયું તેમાં વિડીયો ક્વોલિટી એટલી સારી નહોતી. જો કે લોકોએ કોઈ ફરિયાદ નહોતી કરી કેમ કે હાર્દિકનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકાતો હતો. મોદીએ 2012ની વિધાનસભા અને 2014 લોકસભા ચૂંટણીમાં 3 ડી હોલોગ્રામ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંખ્યાબંધ ચૂંટણી સભાઓને સંબોધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાયાવદરના પટેલ સમાજ મેદાન ખાતે હાર્દિકની સભા માટે ચાર મોટા એલઈડી સ્ક્રીન લગાવવામાં આવ્યા હતા. હાર્દિકે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે ઉપસ્થિત લોકોને 39 મિનિટ માટે સંબોધન કર્યું હતું. આ ચાર એલઈડી સ્ક્રીન લગાવવામાં પાસને 32,000 રૂપિયાનો ખર્ચ થયો હતો અને એ સિવાય બીજો કોઈ ખર્ચ થયો નહોતો.
વસોયાના જણાવ્યા પ્રમાણે દિલ્હીની આ કંપનીએ 3 ડી હોલોગ્રામ ટેકનોલોજી દ્વારા પ્રસારણ માટે 45 મિનિટના રૂપિયા 15 લાખ માંગવામાં આવ્યા હતા જ્યારે પાસ પાસે માત્ર 7 લાખ રૂપિયાનું બજેટ હતું તેથી વાત પડી ભાંગી. છેવટે હાર્દિકે સ્કાઈપેના માધ્યમથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધન કરવું પડ્યું.
હાર્દિક 3 ડી હોલોગ્રામ ટેકનોલોજી દ્વારા લોકોને સંબોધી ના શક્યો એ માટે નાણાંની વ્યવસ્થા નહીં હોવાનું કારણ પાસ દ્વારા અપાયું છે. પાસના સૌરાષ્ટ્રના કન્વિનર લલિત વસોયાએ જણાવ્યું કે દિલ્હીની એક કંપની સાથે અમારી વાટાઘાટો ચાલતી હતી પણ પૈસાના મામલે બે દિવસ પહેલાં આ વાટાઘાટો પડી ભાંગી હતી.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે રવિવારે સૌરાષ્ટ્રના ભાયાવદરમાં પાટીદારોને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. હાર્દિકની યોજના નરેન્દ્ર મોદીની સ્ટાઈલમાં 3 ડી હોલોગ્રામ ટેકનોલોજી દ્વારા લોકોને સંબોધવાની હતી પણ રસપ્રદ કારણસર આ ઈચ્છા પૂરી થઈ નહોતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -