હાલમાં જેલમાંથી બહાર નહીં આવે હાર્દિક પટેલ, જાણો તેના વિરુદ્ધ નોંધાયેલા કેસની વિગતો
આ કારણે સામાન્ય કેસ હોવા છતાં હાર્દિકે જેલમાં જવું પડશે. અલબત રાજદ્રોહના કેસમાં જામીન મળતાં બીજા સામાન્ય કેસોમાં જામીન મળવાની શક્યતા વધી ગઇ છે. તેમ છતાં આ કેસોમાં જામીન મેળવવાની કાનૂની પ્રક્રિયા પુરી કરતાં હજુ એકાદ મહિના જેટલો સમય નીકળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન: ગુના રજિસ્ટ્રેશન નંબર 90/2015. કલમ- 121 ભારત સરકાર સામે યુદ્ધ છેડવું. કલમ- 121 (એ) ગુનાઓને અંજામ આપવાનું કાવતરું. કલમ- 124 રાજદ્રોહ. કલમ- 153 વર્ગ વિગ્રહ ફેલાવવું. 120 (બી) ષડયંત્ર આ કેસમાં જામીન મળી ગયા છે.
વિસનગર પોલીસ સ્ટેશન. ગુના રજિસ્ટ્રેશન નંબર 112/2015. કલમ: 395- લૂંટ ધાડ. કલમ: 435 જાહેર સંપત્તિને નુકશાન. કલમ: 337 લોકોના જીવને હાનિ.
કામરેજ પોલીસ સ્ટેશન: ગુના રજિસ્ટ્રેશન નંબર 412/2015. કલમ- 188 જાહેરનામાનો ભંગ. કલમ- 341 ગેરકાયદેસર અવરોધ કરવો .
પડધરી પોલીસ સ્ટેશન: ગુના રજિસ્ટ્રેશન નંબર 3092/2015. કલમ- રાષ્ટ્રીય પ્રતિકનું અપમાન કરવું .
આ સંજોગોમાં હાર્દિક હજુ એક મહિના સુધી જેલની બહાર આવે તેવી શક્યતા નથી. હાર્દિક સામે ક્યા કેસ નોંધાયેલા છે અને તેમાં શું સ્થિતિ છે તે અંગેની વિગતો આ પ્રમાણે છે.
મોઢેરા પોલીસ સ્ટેશન: ગુના રજિસ્ટ્રેશન નંબર 48/2015. કલમ 188 પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ. કલમ 114 ગુનાહિત પ્રવૃતિમાં મદદગારી.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન: ગુના રજિસ્ટ્રેશન નંબર 164/2015. કલમ- 143 ગેરકાયદેસર મંડળી રચવી. કલમ- 147 હુલ્લડ કરવા લોકોને એકત્ર કરવા. કલમ- 332 જાહેર સેવકના કામમાં અડચણ ઉભી કરવી
આંબલીયારામાં પોલીસ સ્ટેશન: ગુના રજિસ્ટ્રેશન નંબર 3097/2015. કલમ- 188 પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ.
વરાછા પોલીસ સ્ટેશન: ગુના રજિસ્ટ્રેશન નંબર 861/2015. કલમ- 188 જાહેરનામાનો ભંગ
ગુજરાત હાઇકોર્ટે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં જામીન આપી દીધા છે. પણ તેમ છતાં હાર્દિક હમણા જેલમાંથી બહાર નહીં આવી શકે, હાર્દિક આઠ પોલીસ સ્ટેશનમાં કુલ 9 ગુના નોંધાયેલા છે. આ પૈકી ત્રણ કેસમાં તેને જામીન મળ્યા છે જ્યારે બાકીના છ કેસમાં તેને જામીન મળ્યા નથી. આ તમામ ગુના જામીનપાત્ર છે પણ કોઇ ને કોઇ કારણસર આ કેસોમાં સુનાવણી આગળ વધતી નથી.
બહુચરાજી પોલીસ સ્ટેશન : ગુના રજિસ્ટ્રેશન નંબર 112/2015. કલમ 188 જાહેરનામાનો ભંગ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -