અ'વાદઃ ફી વધારાના વિરોધમાં યુનાઇટેડ સ્કૂલ સામે વાલીઓનો હોબાળો, સંચાલકો ધમકાવતા હોવાનો આરોપ
અમદાવાદઃ અમદાવાદની વસ્ત્રાલની યુનાઇટેડ સ્કૂલના શાળા સંચાલકો શાળાએ નક્કી કરેલી ફી ભરવા માટે દબાણ કરતા હોવાથી વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વધતી સ્કૂલના વિરોધમાં રજૂઆત કરવા ગયેલા વાલીઓને સંચાલકોએ ધમકાવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.શાળામાં વાલીઓના વિરોધના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, અંતમાં વાલીઓના વિરોધની સામે શાળા સંચાલકો ઝૂક્યા હતા અને સરકારી નિયમ અનુસાર ફી વસૂલવાની ખાતરી આપી હતી. તો બીજી તરફ વાલીઓએ પણ જો સમિતિ દ્ધારા ફીમાં વધારો કરવામા આવશે તો વધારાની ફી ભરવાની તૈયારી બતાવી હતી.
વાલીઓએ આરોપ લગાવ્યો હતો કે રજૂઆત કરવા ગયેલા વાલીઓને શાળાના આચાર્યએ અપશબ્દો કર્યા હતા. વાલીઓને શાળા સંચાલકો તરફથી સંતોષકારક જવાબ ન મળતા વાલીઓએ સ્કૂલ કેમ્પસમાં બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા.
વાલીઓએ ફી ઓછી કરવાની માંગ કરી હતી. સાથે સંચાલકો 28 હજાર ફી ભરવા દબાણ કરતા હોવાનો પણ વાલીઓએ આરોપ લગાવ્યો હતો. વાલીઓએ જણાવ્યું હતું કે, શાળા સંચાલકો દ્ધારા તેમના બાળકોના બેગમાં કાગળ નાખી ફી ભરવા માટે નોટિસ મોકલી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -