✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત ચૂંટણીઃ ભાજપના ક્યા 17 ધારાસભ્યોની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Feb 2018 10:36 AM (IST)
ગુજરાત ચૂંટણીઃ ભાજપના ક્યા 17 ધારાસભ્યોની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી?
1

ગોધરાથી સી.કે.રાઉલજીની જીતને રાજેન્દ્રસિંહ પરમારે પડકારી છે. પ્રાંતિજ બેઠક પરથી ગજેન્દ્રસિંહ પરમારની જીતને મહેન્દ્ર બારિયાએ પડકારી છે. વિજાપુર બેઠક પરથી રમણભાઇ પટેલની જીતને નાથાભાઇ પટેલે પડકારી છે.

2

લિંબાયત બેઠક પરથી સંગીતા પાટીલની જીતને ડો. રવિન્દ્ર પાટિલે પડકારી છે. સંતરામપુર બેઠક પરથી કુબેરભાઇ ડીંડોરની જીતને ગેંડાલભાઇ ડામોરે પડકારી છે.

3

માતર બેઠક પરથી વિજેતા બનેલા કેસરીસિંહ સોલંકીની જીતને સંજય-રાહુલ પટેલે પડકારી છે. હિંમતનગરથી રાજેન્દ્રસિંહ ચાવડાની જીતને કમલેશ પટેલે પડકારી છે.

4

પોરબંદર બેઠક પરથી ભાજપના નેતા બાબુ બોખિરીયાની જીતને અર્જુન મોઢવાડિયાએ પડકારી છે. કામરેજ બેઠક પરથી વી.ડી ઝાલાવાડિયાની જીતને અશોક જીરાવાલાએ પડકારી છે.

5

વરાછા પરથી કિશોર કાનાણીની જીતને ધીરુભાઇ ગજેરાએ પડકારી છે. ગારિયાધાર બઠક પરથી કેશુભાઇ નાકરાણીની જીતને મનુભાઇ ચાવડાએ પડકારી છે.

6

દ્ધારીકાથી પબુભા માણેકના વિજયને મેરામણ આહિરે પડકારી છે. માંડવી પરથી વિજેતા બનેલા વિરેન્દ્રસિંહ જાડેજાની જીતને વિજય શાહે પડકારી છે.

7

બોટાદ પરથી સૌરભ પટેલની જીતને ધીરજલાલ કાથલિયાએ પડકારી છે. ડભોઇથી શૈલેષ મહેતાની જીતને સિદ્ધાર્થ પટેલે પડકારી હતી.

8

ધોળકા બેઠક પરથી વિજેતા બનેલા ભાજપના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને અશ્વિન રાઠોડે પકડારી છે. વાગરાથી અરુણસિંહ રાણાની જીતને સુલેમાન પટેલે પડકારી છે.

9

કોંગ્રેસના અર્જુનસિંહ મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ જેવા દિગ્ગજોએ આ મામલે હાઇકોર્ટમાં અરજી કરી છે અને તમામ વીવીપેટની ગણતરીની માંગ કરવામાં આવી છે. જ્યારે કે બીજી તરફથી કોગ્રેસના ચાર ઉમેદવારોની જીતને પણ અપક્ષો અને આપના ઉમેદવારો દ્ધારા પડકારવામાં આવી છે. ભાજપના જે 17 ધારાસભ્યોની જીતને પડકારવામાં આવી છે તેની માહિતી અહીં જણાવવામાં આવી છે.

10

ગાંધીનગરઃ ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ હજારથી ઓછા મતોથી વિજેતા બનેલા ધારાસભ્યો સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટિશન દાખલ કરવામાં આવી છે. આ અરજી પાંચ હજારથી ઓછા મતે જીતેલા 20 બેઠકોના ધારાસભ્યો વિરુદ્ધ કરવામાં આવી છે. જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુભાઇ બોખીરિયા, શૈલેષ પરમાર સહિતના 20 ધારાસભ્યોની જીત સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાત ચૂંટણીઃ ભાજપના ક્યા 17 ધારાસભ્યોની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.