બે મહિના બાદ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો, ગુજરાતના આ ચાર શહેરોમાં શું ભાવ છે, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Aug 2018 11:49 AM (IST)
1
સુરતમાં પેટ્રોલ રૂ.76.33, ડીઝલ રૂ.73.60, જામનગરમાં પેટ્રોલ રૂ.76.21, ડીઝલ રૂ.73.40, રાજકોટમાં પેટ્રોલ રૂ.76.88, ડીઝલ રૂ.74.12, વડોદરામાં પેટ્રોલ રૂ.76.01, ડીઝલ રૂ.73.26ના ભાવે બજારમાં વેચાઈ રહ્યું છે.
2
ચાર મહાનગરો અને સૌથી વધુ રાજ્યોની રાજધાનીઓની તુલનામાં દિલ્હીમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઓછા છે, કારણ કે દિલ્હીમાં આ ઉત્પાદનો પર વેટ ઓછો છે.
3
સાર્વજનિક વિસ્તારની તેલીય કંપનીઓ દરરોજના ભાવ બદલાવતા દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 9 પૈસા વધારીને 77.06 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ 6 પૈસાના વધારા સાથે 68.50 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે.
4
અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલનો ભાવ વધતા ઘરેલૂ બજારમાં પણ પેટ્રોલના ભાવમાં તેજી જોવા મળી છે. પેટ્રોલના ભાવ છેલ્લા બે મહિનામાં એક વાર ફરી 77 રૂપિયા પ્રતિ લિટર ઉપર પહોંચી ગયો છે.