PM નરેન્દ્ર મોદી કઈ તારીખે ગુજરાતના આંગણે આવશે? કયા-કયા કાર્યક્રમમાં આપશે હાજરી?
પીએમ નરેન્દ્ર મોદી 17મી તારીખે ગુજરાત આવશે. આ દિવસે તેઓ ટ્રેડ શોનો ખુલ્લો મૂકશે. તેમજ વી.એસ. હોસ્પિટલની મુલાકાત લઈને બેઠક કરશે. 18મી જાન્યુઆરીએ તેઓ 10 વાગ્યે વાયબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે.
‘શોપિંગ ફેસ્ટિવલ’માં 20 હજાર વેપારીઓ જોડાય તેવો ટાર્ગેટ છે. શોપિંગ ફેસ્ટિવલ આગામી સમયમાં બ્રાન્ડ બનશે અને આગામી સમયમાં વાયબ્રન્ટ સિવાયના સમયે શોપિંગ ફેસ્ટિવલને પ્રમોટ કરવામાં આવશે તેવું પણ મુખ્ય સચિવે કહ્યું હતું.
આ સમિટ અંતર્ગત 20 કન્ટ્રી સેમિનાર અને 7 સ્ટેટ સેમિનારનું આયોજન થશે. આ તૈયારીના ભાગરૂપે જ અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ મેગા ઇન્વેસ્ટર્સ સમિટને સફળ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે.
આ મામલે રાજ્યના મુખ્ય સચિવ જે. એન.સિંહે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીની ‘ગ્લોબલ વેલ્થ ફંડ’ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે. આ સમિટ સમયે ‘આફ્રિકા ડે’ની પણ ઉજવણી કરવામાં આવશે.
ગુજરાતમાં આગામી 18થી 20 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટ યોજાશે. આ સમિટમાં 12 કન્ટ્રી પાર્ટનર અને 100થી વધારે દેશોના 2700થી વધુ આંતર રાષ્ટ્રીય ડેલીગેશન ભાગ લેશે. 260થી વધુ બી ટુ જી અને 355થી વધુ બી ટુ બી મીટિંગ યોજાશે. આ સમિટમાં ભાગ લેવા પીએમ નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય દેશોના મહાનુભાવો પણ હાજર રહેશે. આ અંગેની તડામાર તૈયારીઓ હાલ મહાત્મા મંદિર ખાતે ચાલી રહી છે.