એક બાજુ મોદી રેડિયો પર કરતા હશે ‘મન કી બાત’ ને બીજી બાજુ આણંદમાં પ્લાન્ટનું કરતા હશે ઉદઘાટન, જાણો કઈ રીતે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ થી દેશને સંબોધન કરશે. મન કી બાતનો આ 48મો કાર્યક્રમ છે. કાર્યક્રમ સવારે 11 ઓલ ઈન્ડિયા રેડિયો આકાશવાણી અને અન્ય રેડિયો ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહત્વની વાત એ છે કે 11 વાગે આણંદમાં નરેન્દ્ર મોદી પ્લાન્ટનું ઉદઘાટન કરતા હશે અને બીજી બાજુ 11 વાગે રેડિયો પર ‘મન કી બાત’ ચાલતી હશે. જોકે ‘મન કી બાત’નો પોગ્રામ પહેલાંથી જ રેકોર્ડ કરવામાં આવ્યો હોય છે.
પીએમ મોદીનું નવી દિલ્હીથી 10.30 વાગે અમદાવાદ એરપોર્ટ આગમન થશે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા 11.10 વાગે આણંદના મોગર ગામે પહોંચી અમૂલ ડેરીની નવી ચોકલેટ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવાના છે અને ત્યાંથી જ તેઓ આંકલાવ તાલુકાના મુજકૂવા ગામે સ્થાપેલા સૂર્ય ઊર્જા પ્રોજેક્ટનું લોન્ચિંગ કરશે.
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી એક દિવસના ગુજરાત પ્રવાસમાં ત્રણ અલગ અલગ સ્થળે કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેવાના છે. જેમાં આણંદ, કચ્છ અને રાજકોટના કાર્યક્રમમાં હાજરી આપશે. આણંદ ખાતે અમુલ ડેરીના નવા પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરશે અને ખેડૂત સંમેલનને સંબોધિત કરશે. જોકે મહત્વની વાત એ છે કે 11 વાગે આણંદમાં પ્લાન્ટનું ઉદઘાટન કરતાં હશે અને તે જ સમયે રેડિયો પર ‘મન કી બાત’ પણ કરતાં હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -