અ'વાદઃ કારમાં આવતો નબીરો મારી દીકરીના ફોટા વાયરલ કરવાની ધમકી આપે છે, પિતા પોલીસ સ્ટેશનમાં વર્ણવી વ્યથા
રોડ રોમિયોની હિમ્મત એટલી વધી ગઈ હતી કે, તરૂણી ઘરે આવતી હોય ત્યારે રસ્તામાં હેરાન કરતો હતો. છેવટે, સંકેતથી પરેશાન થઇને જીનલના પિતાએ મહિલા ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા PSI પી.એમ. ગામીતે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદમાં પીડિતાના પિતાએ જણાવ્યું કે, એક નબીરો કારમાં મારા ઘરે આવે છે અને મારી દીકરીના ફોટા પાડી વોટ્સએપમાં તેને બદનામ કરવાની ધમકી આપે છે. તે છેલ્લા છ સાત મહિનાથી મારી દીકરીને હેરાન કરે છે.
અમદાવાદઃ અમદાવાદમાં નબીરાઓનો આતંક વધતો જાય છે. વસ્ત્રાલમાં યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ નબીરો તેના ઘરે આવીને બદનામ કરવાની ધમકી આપતો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ યુવતીના પિતાએ ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
આ વાતની જાણ જ્યારે જીનલના પિતાને થઇ તો તેમણે સંકેતના પિતાને આ અંગે ફરિયાદ કરી હતી પરંતુ સંકેતના પિતાએ એમ કહીને હાથ ખંખેરી નાખ્યા હતા કે તેમનો છોકરો તેમના કહ્યામાં નથી, તમારે જે કરવું હોય તે કરો. સંકેતની હિમ્મત એટલી બધી વધી હતી કે સંકેત જીનલના ઘરે આવીને તેને ધમકી આપતો હતો.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, સંકેત જીનલના ફોટા પાડીને તેને વોટ્સએપમાં બદનામ કરવાની ધમકી આપી તેની સાથે વાત કરવા દબાણ કરતો હતો. સંકેત કારમાં જીનલનો પીછો કરતો હતો. એક વખત સંકેતે જીનલના પિતરાઇ ભાઇને ધમકી આપી હતી કે તારી બેન મારી સાથે વાત નહી કરે તો તે તેને હેરાન કરી નાખશે.
મળતી વિગતો અનુસાર, વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી જીનલ (નામ બદલ્યુ છે.) ધોરણ 12મા અભ્યાસ કરે છે. તેની સ્કૂલની બાજુમાં આવેલી સોસાયટીમાં રહેતો સંકેત નામનો યુવક છેલ્લા છ-સાત મહિનાથી રસ્તો રોકીને જીનલને હેરાન પરેશાન કરતો હતો અને તેની છેડતી કરતો હતો.