અમદાવાદઃ પોલીસકર્મીએ સગીરાને બેભાન કરી કારમાં ગુજાર્યો બળાત્કાર, હોસ્પિટલે લઈ જતાં શું થયું?
અમદાવાદઃ શહેરની એક સગીરાને પોલીસકર્મીએ લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થતાં ચકચાર મચી ગઈ છે. પોલીસકર્મી સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ફરવા માટે લઈ ગયો હતો અને કારમાં જ સગીરાને બેભાન કરીને બળાત્કાર ગુજાર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પછી કોઈ કારણસર સગીરાની તબિતય બગડતાં તે તેને હોસ્પિટલ લઈ ગયો હતો અને અહીંથી ફરાર થઈ ગયો હતો. સગીરાએ આ અંગે ફરિયાદ કરતાં પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી પોલીસકર્મી મહેશ દેસાઇની ધરપકડ કરી છે અને તેની આ ગુનામાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, સગીરા થોડા સમય પહેલા ઝોન-6માં ફરજ બજાવતાં મહેશ દેસાઇના સંપર્કમાં આવી હતી અને મહેશે તેને લગ્ન કરવાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી હતી. દરમિયાન મહેશ સગીરા કારમાં બેસાડીને મણિનગર વિસ્તારમાં લઈ ગયો હતો. અહીં તેઓ કારમાં બેઠા હતા અને તેને કોઈ કેફી પીણું પીવડાવતાં તે બેભાન થઈ ગઈ હતી. જેનો લાભ લઈ મહેશે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -