Heat Wave: બે દિવસ માટે અમદાવાદમાં ‘ઓરેન્જ એલર્ટ’, કેટલા ડિગ્રી પહોંચશે ગરમી
આગામી દિવસોમાં ભયાનક ગરમી પડવાની છે, ત્યારે કામ સિવાય બપોરે 12થી 4ના ગાળામાં ઘરની બહાર ન નીકળવાની એડવાઈઝરી પણ કોર્પોરેશન દ્વારા જાહેર કરાઈ છે. આ ઉપરાંત, જો ગરમીમાં બહાર નીકળવું જ પડે તો સતત પ્રવાહી પીવા, ખુલ્લા અને કોટનના કપડાં પહેરવા તેમજ ટોપીથી માથું ઢાંકવું પણ સલાહભર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ય શહેરોમાં પણ આ જ હાલત છે. વડોદરામાં પણ આગામી દિવસોમાં ગરમી 42 ડિગ્રીની આસપાસ રહેશે. રાજકોટવાસીઓને પણ ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી, અને શહેરમાં 43 ડિગ્રીની આસપાસ ગરમી રહેશે. સુરતમાં પણ ગરમી 40 ડિગ્રીની આસપાસ રહેશે.
ગરમીનું પ્રમાણ વધતા અમદાવાદમાં બપોર થતાં જ સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા રસ્તા પણ સૂમસામ બની ગયા છે. કાઝળાઝ ગરમીને કારણે અમદાવાદમાં ગુરુવારે નવો બનાવેલો એક રસ્તો પણ ઓગળી ગયો હતો. શહેરના કેટલાંક રસ્તા ગરમીને કારણે ઓગળી રહ્યાની ઘટના લોકોમાં ચર્ચા જાગી છે.
પવનની દિશા બદલાતા ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુરુવારે અમદાવાદમાં તાપમાન 43.3 ડિગ્રીએ પહોંચતા 10 મેનો દિવસ સિઝનનો સૌથી ગરમ દિવસ બન્યો હતો. જોકે આગામી દિવસોમાં ગરમી હજુ પણ વધે તેવી શક્યતા છે.
અમદાવાદ: ગુજરાતભરમાં ગરમીનો પારો દિવસેને દિવસે ઉપર જઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં આગામી બે દિવસ સુધી ‘યલો એલર્ટ’ જાહેર કરી દેવામાં આવ્યું છે. મતલબ કે, આગામી બે દિવસ સુધી તાપમાન 43 ડિગ્રીની પણ ઉપર પહોંચશે. તેમાંય ગુજરાતના કેટલાક ભાગોમાં તો ગરમી 45 ડિગ્રીને પણ ઉપર જાય તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -