અમદાવાદના સોલામાં PSIએ કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં કયા ઉચ્ચ અધિકારી પર લગાવ્યા આક્ષેપ? જાણો વિગત
મારે 3 વર્ષની નાની પુત્રી પર્લ છે મરણ પછી તેનું કોણ ધ્યાન રાખશે આ સવાલ મારા મગજમાં હંમેશાથી થતો હતો. પરંતુ એન.પી.પટેલના ત્રાસથી તે વિચાર પણ મેં ત્યાગી દીધો હતો. મારી આખરી ઈચ્છા એ છે કે એન.પી.પટેલને આજીવન કેદ કરવામાં આવે અને હું હોશ હવાસમાં આ નિવેદન આપુ છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહું દેવેન્દ્ર રાઠોડ મદદનીશ નિયામક આઉટડોર (ડીવાયએસપી)ના ત્રાસથી આત્મહત્યા કરું છું. એન.પી.પટેલ ઓફિસમાં બોલાવીને ખખડાવે છે. ખોટી માંગણીઓ કરે છે. એટલે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નથી. આ મરતા માણસની છેલ્લી ઇચ્છા છે કે ડીવાયએસપી એન.પી.પટેલ કાયમ માટે બરતરફ થાય અને તેમની ગેરરીતિઓ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ.
કરાઈ પોલિસ એકેડેમીમાં હાલમાં ટ્રેઈનિંગ લઈ રહેલા આ યુવકે પોતાની ત્રણ પાનાની સુસાઈડ નોટ પોલીસને તેમના બેડરૂમ નજીક મુકેલી ફાઈલમાંથી મળી આવી હતી. તેમાં લખ્યું હતું કે, પોતે કરાઈ એકેડેમીના મદદનીશ નિયામક આઉટડોર (ડીવાયએસપી) એન.પી.પટેલ શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હોવાથી કંટાળીને આપઘાત કરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
અમદાવાદ: સોમવારે બપોરે સોલા વિસ્તારમાં પીએસઆઈએ આત્મહત્યા કરતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. કરાઈ અકાદમી ખાતે ફરજ બજાવતા પીએસઆઈ 35 વર્ષીય દેવેન્દ્રસિંગ રાઠોડે તેમના ઘરે જ ખાનગી રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરીંગ કરીને આત્મહત્યા કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -