રાહુલ ગાંધીએ કોંગ્રેસ સંગઠનમાં નિમણૂકોને આપી લીલી ઝંડી, જમ્બો સંગઠનમાં ક્યા હોદ્દા પર કેટલી નિમણૂકો થશે ? જાણો વિગત
આ નવા સંગઠનમાં 20થી વધુ પ્રદેશ ઉપપ્રમુખ, 30 જેટલા પ્રદેશ મહામંત્રીઓ, 125 થી વધુ મંત્રીઓ અને 12 જેટલા પ્રવક્તાઓની નિયુક્તિ કરાશે. આ ઉપરાંત વિધાનસભા અને લોકસભા પ્રમાણે હોદ્દેદારોને જવાબદારી પણ સોંપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત પ્રદેશ કોંગ્રેસનું આ સંગઠન જમ્બો હશે અને ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના સંગઠન કરતા પણ મોટું હશે. આ સંગઠન 200 થી વધુ સભ્યોનું હશે અને તમામ સભ્યોની જવાબદારી નિશ્ચિત કરાશે. જવાબદારીનું પાલન ન કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ ઉપરાંત કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના સંગઠનની રચનાને લીલી ઝંડી આપતાં સંગઠનમાં નિમણૂકોનો માર્ગ મોકળો થયો છે. કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર મહિનામાં બે તબક્કામાં આ સંગઠનની નિમણૂકો જાહેર કરવામાં આવશે.
અમદાવાદઃ લોકસભાની 2019ની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે કોંગ્રેસ પણ જોરશોરથી તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે દિલ્હીમાં મળેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -