અમદાવાદઃ લગ્ન પછી પતિ નથી માણતો સેક્સ, પત્ની માંગણી કરે તો શું કરતો પતિ? જાણો
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના થલતેજ ખાતે પિતાના ઘરે રહેતી પ્રિયા(નામ બદલ્યું છે)ના લગ્ન ગત ડિસેમ્બરમાં છત્તીસગઢમાં રહેતા પ્રિયંક સાથે થયા હતા. આ પછી તેઓ હનિમૂન માટે મનાલી પણ ગયા હતા. આ પછી માર્ચ મહિનામાં પ્રિયંક બેંગ્લોર ખાતે નોકરી કરવા માટે જતો રહ્યો હતો. બીજી તરફ પ્રિયા તેના મામાને ઘરે જતી રહી હતી. અહીંથી તેણે પતિને લઈ જવા કહ્યું હતું.
પ્રિયાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે અને પતિ અને સાસરીવાળા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદમાં પિતાએ દીકરી પ્રિયાને વેવાઈ પક્ષની માગણી મુજબ પાંચેક લાખ રૂપિયા કટકે કટકે આપ્યા હતા. ઉપરાંત ૨૧ ચાંદીના બાઉલ, ૫૦ ચાંદીના સિક્કા, ફર્નિચર સહિતની વસ્તુઓ સ્ત્રીધન તરીકે આપી હતી.
જોકે, સાસરીવાળાએ વધુ દહેજની માંગણી કરતાં પ્રિયા અમદાવાદ પિતાના ઘરે આવી ગઈ હતી. પિતાએ 51 હજારનો ચેક આપી વધુ રકમ સગવડતા થયા પછી આપીશું તેમ કહી દીકરીને બેંગલોરમાં પતિ પાસે મોકલી આપી હતી. અહીં પ્રિયા પ્રિયંક સાથે બે મહિના સુધી રોકાઇ હતી.
આ અંગે પ્રિયાએ તેના સાસુ-સસરાને વાત કરતાં તેમણે દીકરાનો પક્ષ લીધો હતો અને પ્રિયામાં કોઈ ખામી હોવાનું જણાવ્યું હતું. આમ, પતિ સુખ ન મળતાં ગત 14મી જુલાઇએ પ્રિયા પરત પિતાના ઘરે આવી ગઈ હતી. બીજી તરફ સાતમી ઓગસ્ટે સાસરીવાળા સમાધાન માટે અમદાવાદ આવ્યા હતા. જોકે, આ સમયે તેઓ પ્રિયાને તેડી ગયા નહોતા અને તેમને વધુ દહેજ જોઇતું હોય તેવું લાગતું હતું, તેઓ પ્રિયા આક્ષેપ કર્યો છે.
અમદાવાદઃ શહેરના થલતેજમાં રહેતી અને છત્તીસગઢના યુવક સાથે પરણેલી યુવતીએ પતિ સેક્સ ન માણતો હોવાની અને સેક્સની માંગણી કરે તો પતિ માર મારતો હોવાની અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ સાસરીવાળા દહેજની માંગણી કરતા હોવાની પણ ફરિયાદ કરી છે.
પ્રિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ સમય દરમિયાન પ્રિયંકે તેને પતિ સુખ આપ્યું નહોતું. તેનો આક્ષેપ છે કે, તે મિત્રની પત્ની હોય તેવું વર્તન તેની સાથે કરતો હતો. જો તે સેક્સની માંગણી કરે તો પ્રિયંક ઉશ્કેરાઇ જતો હતો અને તેને માર મારતો હતો.