દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, જાણો ક્યાં ક્યાં છે વરસાદ
સુરતમાં બપોરથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અનેક જગ્યાએ ધોધમાર વરસાદથી વૃક્ષો થયા ધરાશાયી, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં એક ડિપ ડિપ્રેશન ઉભુ થઇ રહ્યું છે. તે ધીરે ધીરે ગુજરાતના દરિયા તરફ ગતિ કરી રહ્યું છે. જેની અસર ગુજરાત પર થઇ શકે છે. પરંતુ તે કેટલું તાકાતવર હશે તે વિશે હાલ કહી શકાય તેમ નથી. અરબી સમુદ્રમાં મુંબઇથી નીચેના ભાગે એક સિસ્ટમ આકાર લઇ રહી છે. તે સાયક્લોનનું ફોરમેશન 7મી ઓક્ટોબરની આસપાસ થશે. ફોરમેશન બાદ તેની ડેન્સિટી અને તેની ચોક્કશ દિશા, તાકાત વગેરેનો અંદાજ લગાવી શકાશે. જો તે સિસ્ટમ મજબુત રહેશે તો તેની અસર ગુજરાતના દરિયા કિનારે વધુ થાય તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ વિખરાઇ જાય તો પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટાની શક્યતા
અમદાવાદ: ગુજરાતના કેટલાક વિસ્તારમાં બુધવારે બપોર બાદ ક્યાંક છુટો છવાયો તો ક્યાંક પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સુરત, આહવા, ડાંગ, વલસાડના કેટલાક વિસ્તાર સહિત અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ થયો હતો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દક્ષિણમાં કપરાડા, સાપુતારા વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બાપુનગર, રખિયાલ, નરોડા, હાટકેશ્વર, પ્રેમ દરવાજા, કુબેરનગર, નિકોલ અને ગોમતીપુરમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ આ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા. પાણી ભરાવવાનાં કારણે રાહદારીઓ થી લઇને સ્કૂલે થી પરત ફરતા સ્કુલ વાનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -