ચૂંટણીના પરિણામો 2024
(Source: ECI | ABP NEWS)
ભારે વરસાદને કારણે વીજળી પડતાં અમદાવાદના બે સહિત ત્રણનાં મોત
બીજીતરફ સાણંદ વિસ્તારમાં પણ જોરદાર વરસાદ હતો. અહીં રહેતી મનીષા સંગડા સવારે ૮.૩૦ વાગ્યે નજીકના ખેતરમાં પશુઓ માટે ચારો લેવા ગઈ હતી. દરમિયાન તેની પર વીજળી પડતા તેનુ મોત નીપજ્યું હતું. આ અંગે સાણંદ પોલીસે અકસ્માત મૃત્યુ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતા. ૧૮.૭.૨૦૧૭ નાં રોજ સવારે ૮.૩૦ થી જોરદાર વરસાદ ચાલુ થયો હતો. દરમિયાન ૯ વાગ્યે સુશીલા કંઈક લેવા માટે ઝૂપડાની બહાર નીકળી હતી. દરમિયાન તેની પર વીજળી પડી હતી. જોરદાર અવાજને પગલે તેનો પતિ રામસિંહ તેને બચાવવા જતા તે પણ વીજળીના લપેટામાં આવી ગયો હતો. જેમાં બન્નેના મોત નીપજ્યાં હતા. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે તે સમયે તેમની સાથે અન્ય એક વ્યક્તિ ઊપર પણ વીજળી પડતા તેનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.જોકે આ વ્યક્તિ વિશે કોઈ માહિતી મળી નથી. જેને આધારે અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ.
પ્રથમ બનાવની વિગત મુજબ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના શીલજમાં એક કન્સ્ટ્ક્શન સાઈટ પર મજૂરી કામ કરતા દંપતીનું મોત નીપજ્યું હતું. બોપલ પોલીસ સ્ટેશનના સિનીયર પી.,આઈ.બી.એસ.વ્યાસના જણાવ્યા મુજબ ક્સ્ટ્ર્ક્શન સાઈટ નજીક ખુલ્લી જગ્યામાં ઝૂપડુ બાંધીને રામસિંહ રામકુમાર ગૌતમ (૨૮) અને તેની પત્ની સુશીલા (૨૬) રહેતા હતા.
અમદાવાદઃ ભારે વરસાદની ચેતવણી વચ્ચે અમદાવાદ શહેરમાં મંગળવારે વહેલી સવારે બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી શહેરીજનો ગેલમાં આવી ગયા હતા તો બીજી તરફ ચાર ઝોનમાં રસ્તા, સોસાયટીઓ અને ચાલીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં પીકઅવર્સમાં નાગરિકો-વાહનચાલકો ફસાઇ ગયાં હતા. શહેરમાં વરસાદ સાથે વીજળી પડતાં શીલજમાં એક દંપતી સહિત ત્રણ જણાના તથા સાણંદમાં એક યુવતીનું મોત નીપજ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -