ગુજરાતનો આ સવર્ણ સમાજ યુવકોને રોજગારી આપવા 51 કાર આપશે, ડાઉન પેમેન્ટ નહીં, હપ્તા ભરવા પડશે
આ પહેલાં પણ રાજપૂત સમાજ દ્વારા આ રીતે 100 કાર તથા પીક-અપ વાનનું વિતરણ કરાયું હતું. તેના કારણે 500 કરતાં વધારે લોકોને રોજગારી મળી રહી છે તેવો દાવો સમાજના અગ્રણીઓ દ્વારા કરાયો છે. ભવિષ્યમાં આ રીતે વધારે યુવકોને કાર આપવાનો નિર્ધાર પણ વ્યક્ત કરાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: રાજ્યમાં વધી રહેલી બેરોજગારી વચ્ચે રોજગારીના પ્રશ્નને હલ કરવા માટે હવે જુદાજુદા સમાજનાં સંગઠનો દ્વારા પણ પ્રયાસો કરાઈ રહ્યા છે. આ પ્રયાસો અંતર્ગત રાજપૂત સમાજ દ્વારા યુવકોને 51 બોલેરો પીક-અપ વાનનું વિતરણ કરાશે.
રાજપૂત સમાજ દ્વારા જે યુવકોને 50 બોલેરો કાર આપવામાં આવશે તેના કારણે 400 લોકોને રોજગારી મળશે. રાજપૂત સમાજના યુકોએ કોઈ ડાઉન પેમેન્ટ ભરવાનું નથી. બાકીના હપ્તા આપવાના રહેશે. આ હપ્તા ભર્યા પછી કાર તેમની થઈ જશે.
આ અંગે રાજપૂત સમાજના અગ્રણી વિજયભાઈ ચાવડાએ જણાવ્યું કે, સમાજના યુવાનોને રોજગારી મળે તે માટે કાર વિતરણનું આયોજન કરાયું છે. રાજપૂત સમાજ દ્વારા શુક્રવારે આ અંગેનો યોજવામાં આવી રહ્યો છે. જેમાં રાજપૂત સમાજના યુવકોને 51 કારનું વિતરણ કરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -