કોંગ્રેસનું નવસર્જનઃ ગ્રુપમાં મૂક્યા નગ્ન યુવતીઓના ફોટા, પછી લખ્યુઃ આ વાત લીક ના થાય તેનું ધ્યાન રાખજો....
ગુજરાત કોંગ્રેસમાં નેતાઓને એકબીજા સાથે જોડવા અને પક્ષની માહિતીની અપલે કરવા માટે બનાવવામાં આવેલુ 'નવસર્જન ગુજરાત' ગ્રુપમાં અશ્લીલ તસવીરોની આપલે શરૂ કરી દીધી છે. વિરાટનગરના મ્યુનિસિપલ કાઉન્સિલર રણજીતસિંહ બારડે આ ગ્રુપમાં કેટલાક અશ્લીલ ફોટા શેર કર્યા જેના કારણે હોબાળો મચી ગયો હતો.
અમદાવાદઃ ધીરે ધીરે કોંગ્રેસ ફરીથી લોકમત મેળવવામાં સફળ થતી હોય એવું લાગી રહ્યુ છે, ત્યારે તેમના નેતાઓ નીચે પડતા જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક સભ્યએ કોંગ્રેસ દ્વારા ચલાવાતુ નવસર્જન ગુજરાત ગ્રુપમાં અશ્લીલ તસવીરો શેર કરીને પોત પ્રકાશ્યુ છે.
રણજીતસિંહ બારડે એક પછી એક એમ 8 થી 9 ફોટા ગ્રુપમાં સેન્ડ કરી દીધા હતા, જે તમામ અશ્લીલ હરકતો દર્શાવતા હતા. આના કારણે વિવાદ વધ્યો, ગ્રુપ એડમીને રણજીતસિંહને કહ્યું હતું કે, આ વાત લીક ના થાય તેનું ધ્યાન રાખજો. અંતે ગ્રુપ એડમીન એએમસી કાઉન્સિલર રણજીતસિંહ બારડને 'નવસર્જન ગુજરાત' ગ્રુપમાંથી રિમૂવ કરી દીધા હતા.
રણજીતસિંહે મુકેલા આ અશ્લીલ ફોટા પર કેટલાક મેમ્બરે આવી તસવીરો પૉસ્ટ ના કરવા પણ કૉમેન્ટ કરી હતી. ગ્રુપ એડમીને પણ અન્ય મેમ્બર્સને આવી કોઇ પૉસ્ટ ના કરવા વિનંતી કરી હતી.