પેપર લીક કૌભાંડની આરોપી રૂપલ શર્માને કયા અધિકારીએ પિઝા ખાવાની કરી ઓફર? જાણો વિગત
પેપરલીક કાંડમાં છેલ્લા કેટલાંક દિવસથી ફરાર આરોપી યશપાલને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે યશપાલની સઘન પૂછપરછ કરી સમગ્ર કાંડમાં વધુ એક કડી જોડી હતી. જેમાં સ્પષ્ટ થયું કે પેપર લીક કેસમાં દિલ્હની ગેંગનો મુખ્ય રોલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સમગ્ર કાંડને કારણે પોલીસના સકંજામાં રૂપલ શર્મા આવી ત્યાર બાદ તેના થકી આગળની ચેઈનનો પર્દાફાશ થયો હતો. રૂપલ શર્માની ધરપકડ બાદ હાલ તો તેના બે નાના બાળકો નિરાધાર થઈ ગયા છે. કારણ કે રૂપલના થોડાક વર્ષ અગાઉ છૂટાછેડા થઈ ચૂક્યા છે અને હાલ તે પોતાના બે બાળકો સાથે ગાંધીનગર હોસ્ટેલમાં રહેતી હતી.
ભરત બોરાણાએ આ જવાબો ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયને વોટ્સઅપ પર મેસેજ કરીને જાણ કરી દીધી હતી. જેને પગલે સહાયને ખબર પડી ગઈ કે પેપર લીક થઈ ચૂક્યું છે. લોકરક્ષણ પેપરના જવાબો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતાં.
નોંધનીય છે કે, પેપર લીક કૌભાંડ પકડાયેલી મહિલા આરોપી રૂપલ શર્મા પોતે સ્વર્ગસ્થ પીએસઆઈની પુત્રી છે અને તે પોતે આ લોકરક્ષક દળની પરીક્ષાની ઉમેદવાર હતી. તેની પાસે જવાબો આવી ગયા એટલે તેણીએ ભરતી બોર્ડના પીએસઆઈ ભરત બોરાણાને વોટ્સઅપ કરીને વેરીફાઈ કરાવવા માંગતી હતી જેમાં તે ફસાઈ ગઈ હતી.
ગાંધીનગર સેક્ટર 7માં રૂપલને રાખવામાં આવી છે. પોલીસ ઈન્સપેક્ટર જે.ડી. મહિડાએ રૂપલને કહ્યું હતું કે, તારે પિઝા ખાવા હોય તો તે પણ મંગાવી આપું, પરંતુ તું કંઈ પણ જમી લે. રૂપલને બે બાળકો છે તેમને પણ પોલીસ માતા રૂપલને મળવા દે છે.
ગાંધીનગર: લોકરક્ષક દળ ભરતી પરીક્ષાના પેપર લીક કૌભાંડ પકડાયેલી મહિલા આરોપી અને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્મા હાલ 10 દિવસનાં રિમાન્ડ પર છે. રૂપલ બે દિવસથી કંઈ પણ જમતી નથી જેના કારણે પોલીસ અધિકારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -