✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ બે મિત્રો સાથે યુવતીના ઘરમાં ઘૂસી યુવકે ગુજાર્યો બળાત્કાર, હાથ-પગ બાંધી નગ્ન હાલતમાં મૂકી થયા ફરાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jan 2017 10:51 AM (IST)
1

યુવતીની ફરિયાદ છે કે, તેની પાડોશમાં રહેતો ટીનો રબારી અને તેના બે મિત્રોએ આ કૃત્ય આચર્યું છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ટીના અને તેના બે મિત્રો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે, યુવતીએ આરોપીઓને જોયા નથી, પરંતુ તેનો અવાજ પરથી તે વિસ્તારમાં રહેતો ટીનો રબારી હોવાનો આક્ષેપ કર્યો છે.

2

આરોપીઓ બળાત્કાર ગુજાર્યા પછી યુવતીના મોઢે રૂમાલ બાંધી હાથ-પગ વાયરથી બાંધી નગ્ન હાલતમાં જ છોડીને ફરાર થઈ ગયા હતા. સવારે મહામહેનતે દરવાજા પાસે પહોંચીને યુવતીએ દરવાજો ખખડાવતાં પાડોશીએ દરવાજો ખોલ્યો હતો. પાડોશી મહિલાઓએ યુવતીને કપડાં પહેરાવ્યા પછી પૂછપરછ કરતાં તેને સમગ્ર હકિકત જણાવી હતી.

3

અમદાવાદઃ શહેરના વિંઝોલ વિસ્તારમાં એક 32 વર્ષીય યુવતી પર તેની પાડોશમાં જ રહેતા યુવકે પોતાના બે મિત્રોની મદદથી ઘરમાં ઘૂસીને બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઈ છે. સવારે મહિલાએ દરવાજો ખખડાવતાં પાડોશીએ દરવાજો ખોલતાં યુવતી નગ્ન હાલતમાં મળી આવતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

4

વટવા જીઆઇડીસીમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેનો પતિ ગત શુક્રવારે રાતે મેડિકલ રિસર્ચ સેન્ટરમાં ગયા પછી તે એકલી હતી, ત્યારે રાતે ત્રણ શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા. બે યુવકોએ તેને પકડી રાખી હતી, જ્યારે ત્રીજાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ બે મિત્રો સાથે યુવતીના ઘરમાં ઘૂસી યુવકે ગુજાર્યો બળાત્કાર, હાથ-પગ બાંધી નગ્ન હાલતમાં મૂકી થયા ફરાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.