અમદાવાદઃ યુવક-યુવતીએ નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત, જાણો સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?
અમદાવાદઃ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા યુવક અને યુવતીએ 25મીએ ઘરેથી ભાગી ગયા પછી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે સવારે યુવકની નદીમાંથી લાશ મળી આવી હતી. આ સાથે યુવક પાસેથી એક સૂસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે આત્મહત્યા કરવા પાછળનું કારણ જણાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિવારે લગ્નનો ઇનકાર કરતાં ગત 25મીએ આ યુગલ ઘરેથી ફરાર થી ગયું હતું. આ પછી બંનેએ સાબરમતીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. આશાની લાશ બે દિવસ પહેલા મળી આવી હતી. જ્યારે પ્રશાંતની લાશ ગઈ કાલે સવારે મળી આવી હતી.
બાપુગનગરમાં રહેતા 23 વર્ષીય પ્રશાંત પરમાર અને આશા છેલ્લા ઘણાં સમયથી પ્રેમમાં હતા અને લગ્ન કરવા માંગતા હતા. આ અંગે બંનેએ એકબીજાના પરિવારજનોને જાણ કરી હતી. જોકે, બંનેની જ્ઞાતિ અલગ હોવાથી પરિવારે લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો.
પ્રશાંતના પર્સમાંથી પોલીસને સૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, સમાજના કારણે અમારાં લગ્ન થઇ શક્યા નથી, પરંતુ સમાજે તકલીફમાં પણ અમને ક્યારેય મદદ કરી નથી. જેથી હું આત્મહત્યા કરી રહ્યો છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -