'હાર્દિક અને તુ જ્યાં મળશો ત્યાં ગોળી મારીને મારી નાંખીશ', રેશ્મા પટેલને કોણે આપી આ ધમકી ? જાણો
નટુએ તને અને હાર્દિક પટેલને જયાં મળશો ત્યાં ગોળી મારી જાનથી મારી નાખીશ. તેવી ધમકી રેશમા પટેલને આપી હતી.રેશમા પટેલ વિરૂદ્ધ નટુ ગાંડા સમાજમાં ખોટા મેસેજ કરતો હોવાથી અને રેશમા પટેલને જીવનું જોખમ હોવાથી નટુ ગાંડા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રામેલ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે.
નટુ ગાંડા ફોન કરીને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. તેમજ હું જેલમાં તારા પપ્પા જોડે હતો અને હું ગુનાહિત ઈતિહાસ ધરાવું છું અને તું અનામત આંદોલન પાછળ પડી છે તે બધું નાટક તુ બંધ કરી દે અને મંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયા વિરૂદ્ધમાં બોલવાનું બંધ કરી દે નહીં તો સારૂ નહીં થાય એવી ધમકી આપી હતી.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)નાં કન્વીનર રેશ્મા પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ઉપલેટાના નટુભાઈ ગાંડાભાઈ બુટાણી સામે જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. વસ્ત્રાલના મહાદેવ નગરના ટેકરા ખાતે નિલકંઠ સોસાયટીમાં રહેતી રેશ્મા પટેલ (31)એ આ ફરિયાદ આપી છે.
રામોલ પોલીસના જણાવ્યા અનુસાર, રેશ્મા પટેલના મોબાઈલ પર જેતપુરથી નટુ ગાંડા નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો. રેશ્મા પટેલે પહેલાં ફોન નહોતો લીધો પણ એક વાર વાત કરી ત્યાર બાદ પણ આ નટુ ગાંડો અવાર - નવાર ફોન કરતો હતો પરંતુ રેશમા પટેલે તેનો ફોન ઉપાડ્યો ન હતો.
નટુ ગાંડાએ રેશમાની માતાની હત્યામાં તેના પિતા ખૂન કેસમાં રાજકોટ સેંટ્રલ જેલમાં સજા ભોગવતા હોવાનું પણ જણાવ્યું હતું. પોતે તેના પિતા સાથે જેલમાં હતો તેવો દાવો પણ નચુ ગાંડાએ કર્યા હતો. રેશમાના આક્ષેપ અનુસાર, 21 જાન્યુઆરીના રોજ તેના ફનો પર નટુ ગાંડાએ મારી નાંખવાની ધમકી આપી હતી.
રેશમા પટેલ અને હાર્દિક પટેલ જયાં મળશે ત્યાં ગોળી મારી મારી નાખીશ તેવી ધમકી બુટાણીએ આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં છે. આ ફરીયાદ પ્રમાણે, 18 જાન્યુઆરીએ ભાજપના વિઠ્ઠલ રાદડીયાના નિવેદન સામે વિડીયો દ્વારા પ્રતિક્રિયા આપી ત્યારથી તેમના મોબાઈલ પર જુદા-જુદા નંબરથી ધમકીભર્યા ફોન આવવા લાગ્યા હતા.