અમદાવાદઃ બે IPSના ઘરમાં ચોરી કરનાર યુવક ઝડપાયો, જાણો કેવી રીતે થયો પર્દાફાશ?
અમદાવાદઃ શહેરના સીજી રોડ પર આવેલા સમર્પણ ફ્લેટમાં આવેલા બે આઇપીએસ અધિકારીના ઘરમાં ચોરી કરનારા સોનુ પટેલ નામના 19 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. બે મહિના પહેલા આઈપીએસ અધિકારીના ઘરે ચોરીની ઘટના બની હતી. તેની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનુ સમશેરસિંહના ઘરમાં આ નોકર તરીકે કામ કરતો હતો ત્યાં જ તેણે ચોરી કરવાનો પ્રયાસ કર્યો. સમશેરસિંહ અને તેમના પત્નીના ધ્યાને આ બાબત આવતા તેમણે અમદાવાદ પોલીસને જાણ કરી હતી. જે બાદ અમદાવાદ પોલીસે સોનુની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સોનુ આઇપીએસ અધિકારીના ઘરે અગાઉ પણ ચોરી કરી ચુક્યો છે.
તે વખતે મોબાઈલ, રોકડની ચોરી કરી હતી. જે મુદ્દામલ પણ જપ્ત કરાયો છે. સોનુ મુળ છત્તીસગઠનો રહેવાસી છે અને 19 વર્ષનો છે. સુરત રેંજમાં આઈજી તરીકે ફરજ બજાવતા સમશેરસિંહનો પરિવાર અમદાવાદ રહેતો હતો અને તેમના ઘરે જ ચોરી થઈ હતી. સૌથી મોટી વાત એ છે કે, સમર્પણ ફ્લેટ એક હાઈરાઈઝ બિલ્ડીંગ છે. જ્યાં વરિષ્ઠ આઈએએસ, આઈપીએસ અને ન્યાયાધિશો પણ રહે છે.
છત્તીસગઠના રહેવાસી સોનુ સુધી પહોંચવાનો કિસ્સો પણ રસપ્રદ છે. અમદાવાદના સીજી રોડ વિસ્તારમાં સમર્પણ ફ્લેટમાં આ બંને આઈપીએસ અધિકારીઓના પરિવાર રહે છે. જ્યારે IPS અધિકારીના ઘરે ચોરી થઈ ત્યારે ચકચાર મચી ગઈ હતી.
આ ચોરીની ઘટનાની જાણ સંદર્ભે અમદાવાદ પોલીસે આ બિલ્ડીંગમાં રહેતા તમામ લોકોના ફિંગર પ્રિન્ટ લીધા હતા. જેમાં સોનુના ફિંગર પ્રિન્ટ આઇપીએસ અધિકારીના ઘરે લીધેલા ફિંગરપ્રન્ટથી મેચ થયા હતા. પોલીસને શંકા જતા તેની પૂછપરછની તૈયારી કરતી હતી ત્યારે સોનીએ બીજા ગુનાને અંજામ આપવાની કોશિષ કરી.
આ ચોર બીજું કોઈ નહીં, અન્ય આઇપીએસ અધિકારી સમશેરસિંહના ઘરે નોકર તરીકે છેલ્લા ચાર મહિનાથી કામ કરતો 19 વર્ષીય સોનુ નીકળ્યો છે. ત્યારે યુવકે સમશેરસિંહના ઘરે પણ ચોરીનો પ્રયાસ કરી ચૂક્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -