✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PAAS કન્વીનર રેશ્મા પટેલનો ભાજપના ખેસ સાથેનો ફોટો વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Oct 2017 11:53 AM (IST)
1

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસમાંથી પાસના કેટલાક ઉમેદવારને ટિકિટ મળે તેવા સમાચાર ફરતાં થયા હતા. જોકે, કોંગ્રેસ દ્વારા પાસ તરફથી કોઈ યાદી ન મળી હોવાનું કહેવાયું હતું. જોકે, હાર્દિક પટેલે પાસના કન્વીનરોને ટિકિટ મળશે, તો તેમને સમર્થન આપીશું તેમ કહ્યું હતું.

2

નોંધનીય છે કે, પાસ કન્વીનર રેશ્મા પટેલે રાહુલ ગાંધીને પત્ર લખીને પાટીદારોને કેવી રીતે અનામત આપશે, તે અંગે સ્પષ્ટતા કરવાનું જણાવ્યું છે. ત્યારે તેના પત્ર પછી તેનું આ વલણ ભાજપ તરફી હોવાની પણ ચર્ચા જાગી હતી. આ સમયે જ ભાજપના ખેસ સાથેનો ફોટો વાયરલ થતાં વધુ તર્કવિતર્ક સર્જાયા છે.

3

એક તરફ કોંગ્રેસમાંથી રેશ્મા પટેલને ટિકિટ મળશે, તેવી ચર્ચાઓ છે, ત્યારે રેશ્મા પટેલનો ભાજપના ખેસ સાથેનો ફોટો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. જોકે, આ ફોટો સાચો છે કે મોર્ફ કરાયેલો છે, તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

4

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના મહિલા કન્વીનર રેશ્મા પટેલનો ભાજપના ખેસ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ફોટો હાલ પાસના ગ્રૂપમાં પણ મૂકાયો છે અને આ મુદ્દે પાસ પ્રવક્તા સ્પષ્ટતા કરે તેવું કહેવામાં આવ્યું છે.

  • હોમ
  • અમદાવાદ
  • PAAS કન્વીનર રેશ્મા પટેલનો ભાજપના ખેસ સાથેનો ફોટો વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.