નડિયાદના સંતરામ મંદિર પહોંચ્યા રાહુલ ગાંધી, પૂજા અને દર્શન કર્યા, લોકો સાથે કરી ચર્ચા
રાહુલે કહ્યુ કે, જીએસટી કોગ્રેસનો આઇડિયા હતો. અમે લોકો વચ્ચે જઇને સૂચનો લીધા હતા અને લોકોએ કહ્યુ કે, એક ટેક્સ હોય, ટેક્સ ભરવાનું ફોર્મ એક હોય અને લિમિટ ઓછી હોય. પરંતુ નરેન્દ્ર મોદીએ કોઇને પણ કંઇ પૂછ્યા વગર 24 કલાકમાં રાત્રે 12 વાગ્યે જીએસટી લાગી કરી દીધી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીએ જીએસટી અને નોટબંદીને લઇને મોદી સરકારને ઘેરી હતી. રાહુલે કહ્યું કે, રાજ્યમાં 22 વર્ષથી જે સરકાર છે એ ગુજરાતના દિલમાં જે અવાજ છે, ખેડૂત, મજૂર, મહિલા કે નાના વેપારીઓ જે કહેવા માગે છે, તે સાંભળી રહી નથી. હું તમારું દર્દ સમજું છું. રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે, જે અમારા મનની વાત નહીં પણ તમારા મનની વાત સાંભળશે.
નડિયાદઃ કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. રાહુલ ગાંધી હાલમાં નડિયાદના સંતરામ મંદિરમાં પહોંચ્યા છે. આ અગાઉ તેમણે મહેમદાવાદના ખાત્રજ ખાતે સભા સંબોધી હતી. સભામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યની સરકાર 22 વર્ષથી ગુજરાતના દિલની વાત સાંભળતી નથી, કોંગ્રેસની સરકાર આવશે તો એ તમારા મનની વાત સાંભળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -