ગુજરાતના કયા નેતાના નિધન પર નરેન્દ્ર મોદી ટ્વિટ કર્યું, તેમની પાસેથી મને ખુબ શીખવા મળ્યું
ભાસ્કરરાવ દામલેજીનો 9 જુલાઈ 1929માં નાગપુરમાં જન્મ થયો હતો. ભાસ્કરરાવ 1936-37ના અરસામાં સંઘના સ્વયંસેવક બન્યા હતાં. તેઓ 1942થી 77 વર્ષ સુધી આરઆરએસનો પ્રચારક, સંઘ કાર્યના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. દેશના વિવિધ ભાગોમાં પ્રચાર બાદ તેમણે 1952થી ગુજરાતના કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. સંઘ ઉપર લાગેલા ત્રણ પ્રતિબંધોના પણ દામલેજી સાક્ષી રહ્યા હતાં.
ભાસ્કરરાવ દામલેજીના અવસાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે, આરએસએસના વરિષ્ઠ પ્રચારક ભાસ્કરરાવ દામલેજીના અવસાનથી ખુબ વ્યથિત છું. વર્ષો પહેલાં પ્રચારક જીવનની શરૂઆત કરનાર દામલેજી લાંબા સમયથી ગુજરાતમાં સક્રિય હતા. ગુજરાતમાં સંઘનો વ્યાપ વધારવામાં એમનો અમૂલ્ય ફાળો છે. વર્ષો સુધી એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો અને ખુબ શીખવા મળ્યું. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.
રાષ્ટ્રીય સ્વયં સેવકના નાગપુરના પ્રચારક ભાસ્કરરાવનું ગઈકાલે રાત્રે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે કાંકરિયા સ્થિત હેગડેવર ભવન ખાતે રાખવામાં આવશે. સોમવારે બપોરે અંતિમ સંસ્કાર કરાશે.