કરોડોના કોલ સેન્ટર કૌભાંડમાં સાગર-રીમાની સાથે આ અમદાવાદી યુવક પણ છે માસ્ટરમાઇન્ડ
આ કોલ સેન્ટર દ્વારા અમેરિકામાં લોકોને ફોન કરીને ટેક્સ રિવિઝનના નામે લાખો રૂપિયા જેટલી રકમ ઉપાડી લેવાતી હતી. પોલિસીના નામથી લોકોના એકાઉન્ટની ખાનગી માહિતી એકત્ર કરીને તેમાંથી રકમ ઉપાડી લેવાનું કામ આ કોલ સેન્ટર્સમાથી ચાલી રહ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કૌભાંડમાં 6400 જેટલા અમેરિકન નાગરિકોને ધમકાવીને પૈસા પડાવવામાં આવ્યા હતા. સાગરે પોતાના મિત્રો સાથે મળીને અમદાવાદ , મુંબઇ ઉપરાંત બેંગાલુરુમાં પણ કોલ સેંટર શરુ કર્યા હોવાનું સામે આવ્યું હતું. આ સંબંધમાં અમેરિકન એજન્સીઓ મુંબઇ અને અમદાવાદમાં તપાસ માટે આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં પણ 500થી વધુ કોલ સેન્ટર ચાલતા હોવાનું પણ ખુલ્યુ હતું. શહેરના સેટેલાઈટ, એસજી હાઈવે, પ્રહલાદ નગર, સીજી રોડ અને નવરંગપુરામાં આ કોલ સેન્ટરો આવેલા હોય તેવી સંભાવના છે.
મુંબઇઃ થાણેના કોલ સેન્ટર કૌભાંડમાં રોજબરોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે આ સંબંધમાં અમદાવાદના છ કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા. પોલીસની તપાસમાં 500 કરોડ રૂપિયાના આ કૌભાડનો માસ્ટર માઇન્ડ અમદાવાદનો સાગર ઠાકર નામનો યુવક હોવાનું ખુલ્યુ હતું. એટલુ જ નહીં પોલીસના મતે સાગર ઠાકરની સાથે અમદાવાદનો અન્ય એક યુવક રૂચિત શર્મા પણ સંડોવાયેલો હતો. રૂચિત કોલ સેન્ટરનું નેટવર્ક ચલાવતો હતો.
મુંબઈ અને અમદાવાદ ઉપરાંત વડોદરા, ભૂજ, દિલ્હી અને સુરતમાં પણ તેણે પોતાનું હવાલા નેટવર્ક વિસ્તાર્યું હતું. આ નેટવર્કની મદદથી કરોડો રૂપિયાની કાળી કમાણી કરાતી હતી. કોલ સેન્ટરનો કર્મચારી પહેલા તો 10,000 થી 20,000 અમેરિકન ડોલર્સ દંડ થશે તેવી વાત કરે પરંતુ અંતે 3,000 થી 5,000 સુધીમાં સેટલમેન્ટ કરી દેવામાં આવતું.
આ કૌભાંડમાં સાગર ઠક્કરની સાથે તેની બહેન રીમા ઠક્કરની ભૂમિકા પણ મહત્વની હતી એવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રીમા ઠક્કર પડદા પાછળ રહીને તેના ભાઈને માર્ગદર્શન આપતી અને બધો નાણાંકીય વહીવટ તે જ સંભાળતી હતી. સાગરના કોલ સેન્ટર દ્વારા અમેરિકામાં જેમને ધમકાવવામાં આવતા એ બધાં નાણાં અમેરિકાથી હવાલા કૌભાંડ મારફતે ભારત આવતા હતા. સાગરની બહેન રીમા હવાલા ઓપરેટરો સાથે સંપર્કમાં હતી અને હવાલા મારફતે રૂપિયા મંગાવતી. આ રૂપિયા ક્યાં રાખવા તેનો નિર્ણય પણ રીમા જ લેતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -