✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સરકારનો નવો ફતવો, સરકારી નોકરીની પરીક્ષામાં પાંચ કલાક વહેલા એક્ઝામ સેન્ટર પર જવું પડશે, જાણો શું છે કારણ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Oct 2016 09:56 AM (IST)
1

અસલ ઉમેદવારના બદલે ડમી ઉમેદવાર પરીક્ષા આપવાના અનેક કિસ્સા ભૂતકાળમાં બન્યા છે. તેના કારણે સરકારે આ ભરતીમાં પહેલી વાર બાયોમેટ્રિક રજિસ્ટ્રેશનનો નિર્ણય લીધો છે. જો કે તેના કારણે વિદ્યાર્થીઓનો પરીક્ષા પહેલાંનો સમય બગડશે તે બાબત ધ્યાનમાં નથી લેવાઈ.

2

આ ઉપરાંત હવે પછીની દરેક સરકારી નોકરી માટેની પરીક્ષામાં આ બાયોમેટ્રિક રજિસ્ટ્રેશનનો અમલ થશે તેથી દરેક પરીક્ષા વખતે ઉમેદવારે પરીક્ષાના સમય કરતાં પાંચ કલાક વહેલા પરીક્ષા કેન્દ્ર પર હાજર થવું પડશે. આ આદેશના કારણે વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ જશે.

3

આવતા રવિવારે યોજાનારી પરીક્ષાનો સમય બપોરે 12થી 1નો છે, પરંતુ ફિંગર પ્રિન્ટ અને ફોટોગ્રાફની પ્રો‌સીજર કરવાની હોઈ દરેક ઉમેદવારે સવારે 9 કલાકે પરીક્ષા કેન્દ્ર પર હાજર થવું પડશે. ફિંગર પ્રિન્ટ માટે પાંચ કલાક વહેલાં ઉમેદવારોને બોલાવાયા હોવાનું ભરતી બોર્ડનાં સૂત્રોએ જણાવ્યું હતું.

4

બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન વ્યવસ્થા હેઠળ દરેક કેન્દ્ર પર ઉમેદવારના બંને હાથની ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ લેવાશે. જે ઉમેદવાર લેખિત પરીક્ષામાં પાસ થશે અને ફિઝિકલ ટેસ્ટ માટે પસંદગી પામશે તેનો ફિઝિકલ ટેસ્ટ વખતે બાયોમે‌ટ્રિક રેકોર્ડ મેચ કરવામાં આવશે.

5

ગુજરાત સરકારે આપેલા આદેશ પ્રમાણે આવતા રવિવારે એટલે કે 23 ઓક્ટોબરે યોજાનારી પોલીસ વર્ગ-3ના 17,532 કર્મચારીઓની ભરતી માટે દરેક ઉમેદવારનું બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન થશે. ગુજરાતમાં સરકારી નોકરીઓ માટે પહેલી વાર બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરાશે.

6

અમદાવાદઃ ગુજરાત સરકારે એક નવો ફતવો બહાર પાડ્યો છે અને તેના કારણે સરકારી નોકરીઓ માટેની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ જશે. આ નવા ફતવાના કારણે વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શરૂ થવાના પાંચ કલાક વહેલા જવું પડશે.

  • હોમ
  • અમદાવાદ
  • સરકારનો નવો ફતવો, સરકારી નોકરીની પરીક્ષામાં પાંચ કલાક વહેલા એક્ઝામ સેન્ટર પર જવું પડશે, જાણો શું છે કારણ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.