✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિક્સ્ડ પગારદારોનો પગાર વધશે, પાંચ વર્ષની મુદત પણ ઘટશેઃ જાણો કોણે કર્યો આ દાવો ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Oct 2016 10:29 AM (IST)
1

આ મહાસંમેલન યોજવાની જાહેરાત કરનારા જન અધિકાર મંચના અગ્રણી પ્રવિણ રામે દાવો કર્યો છે કે અમારા આંદોલનની જાહેરાત બાદ સરકારે ફિકસ પગારના કર્મચારીઓને ફાયદો આપવાનું શરૂ કર્યું છે. વીજ કંપનીઓના કર્મચારીઓને ફાયદો આપીને તેની શરૂઆત કરાઈ છે.

2

ગુજરાત હાઇકોર્ટમાં ફિક્સ્ડ પગાર મામલે ચુકાદો ગુજરાત સરકારની વિરૂધ્ધ આવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને સમાન કામ-સમાન વેતનની નીતિને ધ્યાનમાં લેતાં ગુજરાત સરકારે ગમે ત્યારે નમતું જોખવું જ પડશે. એ સ્થિતી આવે એ પહેલાં ભાજપ સરકાર ફિક્સ્ડ પગારદારોને લાભ આપવા વિચારી રહી છે.

3

તેમણે દાવો કર્યો કે ગુજરાત સરકાર દ્વારા ફિકસ પગારના કર્મચારીઓને પાંચ વર્ષના બદલે ત્રણ વર્ષમાં કાયમી કરવાની તથા અને પગારમાં વધારો કરવાની નીતિ અંગે વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. તેમણે દાવો કર્યો છે કે બહુ જલદી આ અંગે જાહેરાત કરવામાં આવશે.

4

જો કે પોલીસે મહાસંમેલનની મંજૂરી ના આપતાં ફિક્સ્ડ પગારદારોના સંગઠનના કાર્યકરો અમદાવાદમાં ગાંધી આશ્રમ પાસે ઉપવાસ પર બેઠા હતા. રાણી પોલીસે આવા 15 કાર્યકરોની અટકાયત કરાઈ હતી. સંગઠન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી સમયમાં આ મહાસંમેલન યોજવામાં આવશે.

5

ફિક્સ્ડપગારદારો, બેરોજગાર અને કોન્ટ્રાકટ પરના કર્મચારીઓના સંગઠને શનિવારે મહાસંમેલન બોલાવવાની જાહેરાત કરી હતી. આ મહાસંમેલનને પાસના નેતા હાર્દિક પટેલ, દલિત નેતા જીજ્ઞેશ મેવાણી સહિત સોથી વધુ સંગઠનોનો ટેકો મળ્યો હતો.

6

અમદાવાદઃ ફિક્સ્ડ પગારના કર્મચારીઓ દ્વારા અવારનવાર કરાતાં આંદોલનના કારણે સરકાર ચિંતામાં છે અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દે નડે નહીં તે માટે સરકાર આવા કર્મચારીઓને કાયમી કરવાની સમયમર્યાદા ઘટાડશે અને તેમના પગારમાં પણ વધારો કરશે તેવા અહેવાલ છે.

  • હોમ
  • અમદાવાદ
  • ફિક્સ્ડ પગારદારોનો પગાર વધશે, પાંચ વર્ષની મુદત પણ ઘટશેઃ જાણો કોણે કર્યો આ દાવો ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.