ગાંધીનગરઃ ફિયાન્સે સાથે પોલીસ અધિકારી કેનાલ પાસે અંધારામાં બેઠા હતા ને નકલી પોલીસ આવી ગઈ, જાણો પછી શું થયું ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસના સ્વાંગમાં બંને શખસ આવ્યા હતા. હાલમાં ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. પ્રેમી યુગલો અને સગાઈ થયેલાં કપલ એકાંતમાં બેસવા ગાંધીનગરના અડાલજ પાસે નર્મદા કેનાલના પટ્ટા પર બેઠા હોય છે ત્યારે પોલીસની ઓળખ આપી અને પૈસા પડાવવાની ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે.
આ અંગે તેમણે તરત પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં અડાલજ પોલીસ દોડી ગઈ હતી અને સત્યેન્દ્રકુમારની ફરિયાદને આધારે બે શખસ સામે લૂંટની ફરિયાદ નોંધી હતી. અડાલજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી.સી. સરવૈયાએ જણાવ્યું હતું કે લૂંટ કરનાર બંને શખસે ખાખી પેન્ટ પહેરેલું હતું.
દરમિયાનમાં ઝાડીઓમાંથી બે શખસ આવ્યા અને સત્યેન્દ્રકુમારને અહીં આ સમયે કેમ બેઠા છો? કહી માર મારી તેઓની પાસે રહેલું પર્સ લઈ ગયા હતા. પર્સમાં રોકડા રૂ.13,00, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને આઈકાર્ડ વગેરે હતા ને લૂંટારા તે લૂંટી ફરાર થઈ ગયા હતા.
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા સત્યેન્દ્રકુમાર બૈજનાથસિંગ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોમાં ગુજરાત ઝોનમાં તપાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. સત્યેન્દ્રકુમાર બે દિવસ અગાઉ રાત્રિના 8.30 વાગ્યાની આસપાસ પોતાની મંગેતર સાથે અડાલજ બ્રિજ નજીક આવેલી નર્મદા કેનાલ નજીક બેઠા હતા.
આ ઘટનામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ગુજરાત ઝોનના એક અધિકારીને પોલીસના સ્વાંગમાં આવેલા બે શખસ માર મારી રૂપિયા 13 હજાર રોકડા અને ડેબિટ કાર્ડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ અંગે અધિકારીએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદઃ પ્રેમી પંખીડાં માટે એકાંતની પળો માણવાની જગા તરીકે પ્રખ્યાત અડાલજ નર્મદા કેનાલ નજીક પ્રેમી યુગલોને લૂંટવાના કિસ્સા સામાન્ય છે પણ પોલીસ અધિકારી લૂંટાઈ જાય એવું બને ત્યારે આંચકો લાગે. આવી જ એક ઘટના ત્રણ ગુરૂવારે બની હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -