અમદાવાદ: સેટેલાઈટ ગેંગરેપની પીડિતાએ હાઈકોર્ટમાં કેમ ફરી કરી પીટિશન, જાણો વિગત
એવો પણ સિદ્ધાંત છે કે જો ડોક્ટર પણ કહે કે બળાત્કારના ચિન્હો નથી તો પણ બળાત્કાર પીડિતાને ખોટી માનવાનું કારણ નથી. ટ્રાયલ દરમિયાન પીડિતાનું નિવેદન માત્ર જ આરોપ સાબિત કરવા પૂરતું હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબળાત્કાર પીડિતા તરફે થયેલી પીટિશનમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, સ્ત્રી માત્ર બળાત્કાર થયાનું કહે ત્યારે તેને ન્યાય મળે તે દિશામાં જોવું જોઇએ. આ કિસ્સામાં યુવતીએ કરેલા બળાત્કારના આક્ષેપોને ચોક્કસ પ્રકારના ચશ્માં પહેરીને જોવામાં આવી રહ્યા છે. તેના પર શંકા-કુશંકા કેમ કરાય છે તે જ સમજાતું નથી.
પોલીસ આરોપીઓની તત્કાલ ધરપકડ કરે તેવી માંગણી કરવામાં આવી છે. પોલીસ શંકા-કુશંકાના ચશ્માં પહેરીને તપાસ કરી રહી છે જે અયોગ્ય હોવાની રજૂઆત કરવામાં આવી છે.
અમદાવાદ: સેટેલાઇટમાં ગેંગરેપ મામલે પોલીસે હજુ સુધી એક પણ આરોપીઓની ધરપકડ ન કરતાં પીડિતા મારફતે હાઈકોર્ટમાં ફરી પીટિશન કરવામાં આવી છે. જે કેસમાં હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી છે. પીડિતાએ આ કેસમાં પોલીસ દ્વારા આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની આક્ષેપ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -