કોંગ્રેસમાં પાટીદારોના મુદ્દે કામતની હાજરીમાં જ જામ્યું જબરદસ્ત ઘમાસાણ, જાણો શું છે કારણ
ગુરૂદાસ કામતની હાજરીમાં જ આ મુદ્દે ભારે વિવાદ થઈ ગયો હતો. બંને જૂથ વચ્ચે એટલી ઉગ્રતા વ્યાપી હતી કે કામતે પોતે દરમિયાનગીરી કરવી પડી હતી અને પક્ષના કાર્યકરોને એક રહેવાની શિખામણ આપવી પડી હતી. જો કે બંને પક્ષનું વલણ જોતાં આ મુદ્દે હજુ ઘમાસાણ જામશે.
બીજી તરફ બિન-પાટીદાર નેતાઓએ સિધ્ધાર્થ પટેલની સામે મોરચો માંડ્યો છે. તેમણે એવી ઉગ્ર રજૂઆત કરી છે કે સિધ્ધાર્થ પટેલની વાત માનીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાટીદારોને ટિકીટો આપી પણ તેના કારણે કઈ ફાયદો થયો નથી તેથી પાસ-એસપીજીને દૂર રાખવાં જોઈએ.
અમદાવાદઃ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજની ભાજપ તરફની નારાજગીનો લાભ લઈ પાટીદારોને કોંગ્રેસ તરફ વાળવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) તથા સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ને સાથે લઈને ચાલવાને મુદ્દે કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યું છે.
સિધ્ધાર્થ પટેલે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના વરૂણ પટેલ તથા સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલને સંગઠનમાં મહત્વના હોદ્દા આપવા રજૂઆત કરી છે. સિધ્ધાર્થ પટેલે તો આ મુદ્દે પાસના નેતાઓ સાથે બેઠક પણ કરી નાંખી હતી.
કોંગ્રેસના પાટીદાર આગેવાન સિધ્ધાર્થ પટેલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગુરૂદાસ કામત સામે એવી માગણી મૂકી છે કે કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) તથા સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના નેતાઓને પ્રદેશ સંગઠનમાં મહત્વનું સ્થાન આપવું જોઈએ.