રાજકીય વર્તુળોની ચર્ચા પ્રમાણે બાપુએ ભાજપ સાથે કરી છે કેવા પ્રકારની સોદાબાજી ? જાણો વિગત

બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે બાપુએ ભાજપ સાથે સોદાબાજી કરી લીધી છે. બહુચર્ચિત નેશનલ ટેક્સટાઇલ્સ કોર્પોરેશન(એનટીસી)ના રૂપિયા 709 કરોડની જમીનના કૌભાંડમાં શંકરસિંહ વાઘેલા સંડોવાયેલા છે. એટલે જ 2015માં એનડીએ સરકારના શાસનમાં સીબીઆઇએ વસંતવગડા ખાતે દરોડા પાડયા હતાં.
બાપુ સાથેની મુલાકાત બાદ આ નેતાઓએ જાહેર કર્યું કે, બાપુ ચૂંટણી દરમિયાન ઘેર બેસવાનું પણ વિચારે તે કોંગ્રેસ માટે યોગ્ય નથી. કોંગ્રેસના નેતાઓ વિખવાદને ભૂલી એકટીમ થઇને ચૂંટણી લડશે. જો કે બાપુના નજીકનાં સૂત્રોના કહેવા પ્રમાણે બાપુ આ વખતે માનવાના નથી ને તે કોંગ્રેસના રામ રામ કહેવા માટે મક્કમ છે.
આ દરોડા બાદ વિપક્ષના નેતા ખૂબ જ શાંત થઈ ગયા હતા. હવે આ કૌભાંડ પર કાયમી પડદો પડે તે માટે ભાજપ સાથે બાપુનો રાજકીય સોદો થયો છે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. આઈ કારણસર જ બાપુ હવે કોંગ્રેસને અલવિદા કહેવાના મૂડમાં છે. જો કે બાપુનાં નજીકનાં સૂત્રોએ આવી કોઈ સોદાબાજી થયાની વાતને નકારી કાઢી છે.
અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાં વિખવાદ કર્યા કરતા વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ફરી તલવાર તાણી છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિને ગાંધીનગરમાં સમર્થકોને એકઠા કરવાનું એલાન કર્યું છે. શંકરસિંહ 21 જુલાઇએ જન્મદિને જ રાજીનામુ ધરી કોંગ્રેસને અલવિદા કરે તેવી શક્યતા છે.
મંગળવારે શંકરસિંહ વાઘેલાએ એવી ઘોષણા કરી હતી કે, તેઓ મહાત્મા મંદિરમાં જન્મદિને સમર્થકોને મળશે. આ એલાનને પગલે પ્રદેશના નેતાઓ અર્જુન મોઢવાડિયા , સિધ્ધાર્થ પટેલ , જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતા બાપુના નિવાસ વસંત વગડે દોડી ગયા હતાં જયાં બાપુ સાથે બેઠક યોજીને મનામણાંના પ્રયાસ કર્યા હતાં.