✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કરાયું ખાતમુહૂર્ત, જાપાનના વડાપ્રધાને નમસ્કારથી ભાષણની કરી હતી શરૂઆત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Sep 2017 07:46 AM (IST)
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કરાયું ખાતમુહૂર્ત, જાપાનના વડાપ્રધાને નમસ્કારથી ભાષણની કરી હતી શરૂઆત
1

2

અમદાવાદઃ સાબરમતી રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિંઝો અબેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કર્યું હતું. આ પ્રસંગે જાપાની વડાપ્રધાને નમસ્કારથી પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, જાપાનમાં બુલેટ ટ્રેનમાં કોઇ મોટી દુર્ઘટના થઇ નથી. એક દિવસે ભારતમાં પણ આ બુલેટ ટ્રેન દોડશે. જાપાનની બુલેટ ટ્રેન આખી દુનિયામાં સૌથી સુરક્ષિત બુલેટ ટ્રેન છે.

3

અબેએ કહ્યું કે, વડાપ્રધાન મોદી મારા એક સારા મિત્ર છે. તેઓ દુરદર્શી નેતા છે. મે આ જાતે જ આ પ્રોજેકટમાં રસ લીધો હતો. જાપાનથી 100થી વધુ એન્જિનિયરો ભારત આવી ગયા છે. ભારતનું મજબૂત હોવું જાપાનના હિતમાં છે.બે વર્ષ પહેલા બુલેટ ટ્રેનનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે હવે સાકાર થઈ રહ્યો છે

4

આ પ્રસંગે રેલ મંત્રીએ કહ્યું કે જ્યારે રાજધાની શરૂ કરવામાં આવી ત્યારે લોકો વિરોધ કરતા હતા પરંતુ હવે બધા તેમાં મુસાફરી કરવા માંગે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્રે ફડણવીસે કહ્યું કે, બુલેટ ટ્રેનમાં બેસીને મુંબઈ આવીને ઉદઘાટન કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ કહ્યું નરેન્દ્રભાઈ નવું નવું વિચારે છે. વિજય રૂપાણીએ વડાપ્રધાન શિન્ઝો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું અને આભાર માન્યો હતો.

5

ખાતમૂહુર્ત પહેલા શિન્ઝો આબેને વડાપ્રધાન નરેન્દ મોદીએ હાઈસ્પીડ રેલના રૂટનું મોડલ દર્શન કરાવ્યું હતું. મુંબઈથી અમદાવાદ સુધી ચાલનારી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને 2022 સુધી પૂરો કરવાનો ટાર્ગેટ છે. જો બધુ જ ટાર્ગેટ અનુસાર રહ્યું તો આઝાદીની 75મી વર્ષગાંઠ એટલે કે 15 ઓગસ્ટ 2022 સુધીમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડવા લાગશે.શિંઝો અબેએ કહ્યું કે, ભારત અને જાપાનની મિત્રતા દ્ધિપક્ષીય નથી પરંતુ આ વિશ્વ વ્યવસ્થા છે. જાપાન મેક ઇન ઇન્ડિયાનું સમર્થન કરે છે. હું ફરીવાર ભારત આવીશ ત્યારે હું મોદી સાથે બુલેટ ટ્રેનમાં બેસીશ.

  • હોમ
  • અમદાવાદ
  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કરાયું ખાતમુહૂર્ત, જાપાનના વડાપ્રધાને નમસ્કારથી ભાષણની કરી હતી શરૂઆત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.