ભાજપ સરકારની તરફદારી કરતા ક્યા પાટીદાર નેતાએ બદલ્યો સૂર? ભાજપની સરકારની શું કરી ટીકા?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Sep 2018 01:26 PM (IST)
1
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પાટીદારોને અનામત મળે તે માટે શરૂ કરેલા ઉપવાસને ધીરે ધીરે સમર્થન વધી રહ્યું છે ત્યારે અત્યાર સુધી ભાજપની તરફેણ કરતા પાટીદાર નેતા જેરામભાઈ પટેલે પણ પોતાનો સૂર બદલ્યો છે.
2
જેરામભાઈ પટેલે ભાજપ સરકારની ટીકા કરતાં કહ્યું કે, સરકારે બિન અનામત આયોગની રચના કરી છે પણ હજુય પાણીદારોના ઘણા પ્રશ્નો ઉકેલાયા નથી. તેમણે ઉમેર્યું કે, ભાજપ સરકારે પાટીદારોની લાગણી સમજવી જોઈએ અને આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવો જોઈએ.
3
શનિવારે સિદસરના ઉમીયાધામના આગેવાનો હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા હતા. ઉમીયાધામના આગેવાનોએ હાર્દિક પટેલને પાણી લેવા સમજાવ્યો હતો. આ મુલાકાત બાદ જેરામભાઈ પટેલે કહ્યું હતું કે, હાર્દિકે જળનો પણ ત્યાગ કર્યો એ ચિંતાનો વિષય છે અને તેને પાણી પીવા અમે સમજાવ્યો છે.