અમદાવાદ: સ્પાના માલિક અને મેનેજરે યુવતીની છેડછાડ કરી તેના કપડાં ફાડી નાંખ્યા પછી શું થયું? જાણો વિગત
ત્યારબાદ યુવતીએ ચાર શખ્સો સામે સોલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી. આ ઘટના અંગે સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દિપક રાઠોડના જણાવ્યા મુજબ આ ચકચારી કેસમાં બોડકદેવ ખાતે રહેતા રાહુલ જાટ અને રાહુલ વણઝારા તેમજ મનસુખ પરમારની ધરપક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતી જોરથી બુમાબુમ કરતાં તેઓએ સ્પાનું શટર બંધ કરી દીધું હતું. જોકે યુવતી હિંમતભેર સામનો કરીને શટર ઉંચું કરીને બહાર દોડી ગઇ હતી. ત્યારબાદ ગાળો બોલીને કોઈને વાત કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
અમદાવાદ: થલતેજમાં આવેલા શીશા સ્પાના મેનેજરના બર્થ-ડેની ઉજવણીમાં રંગમાં ભંગ પડ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્પાના માલિક અને મેનેજરે તેમના ત્યાં નોકરી કરતી યુવતી સાથે છેડછાડ કરીને તેના કપડાં પણ ફાડી નાંખ્યા હતા. જોકે યુવતીએ હિંમતભેર સામનો કરી શટર ખોલીને પોલીસ સ્ટેશન દોડી ગઈ હતી. સોલા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એટલુ જ નહીં મોંઢુ દબાવીને પકડી રાખી હતી જ્યાં રાહુલે કપડાં ફાડ્યા હતાં. યુવતીએ બુમાબુમ કરવા છતાં કોઈ સાંભળતું નહીં હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. બધાં ખેંચતાણ કરતાં હતાં પ્રશાંતભાઈ હાથ પકડીને રૂમમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ સમયે ત્યાં હાજર રાહુલ અને મનસુખે પ્રશાંત પાસે જવા માટે કહ્યું હતું. જોકે યુવતીએ તેમને પણ અંદર જવાની ના પાડી દીધી હતી. તેમ છતાં ત્રણેય લોકો યુવતીને ધક્કા મારીને રૂમમાં મોકલતા હતા. ત્રણેય લોકો છેડછાડ કરતા હતા. યુવતીએ આમ કરવાની ના પાડતાં જેમનો બર્થ-ડે હતો તે રાહુલ તથા મનસુખે કપડાં ખેંચીને ફાડવાની કોશિષ કરી હતી.
પાર્ટીમાં યુવતી તેમના સ્પાના મેનેજર સાથે ત્યાં ગઈ હતી જ્યાં મહેમાનો અને સ્પાના મેનેજર રાહુલભાઇ તથા સ્ટાફની યુવતી સહિત લોકો હાજર રહ્યા હતા. જ્યાં કેક કાપીને પાર્ટી કર્યાં બાદ કોલ્ડ ડ્રિંક તથા નાસ્તો તમામ લોકોએ કર્યો હતો. ત્યારબાદ તમામ લોકો ધીરે ધીરે બહાર નીકળી રહ્યા હતા. જોકે રાત્રે 11 વાગે યુવતીના સ્પાના માલિકે યુવતીને રૂમમાં બોલાવી હતી. પરંતુ તેણીને મોડું થતું હોવાથી ઈન્કાર કરી દીધો હતો.
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશની વતની અને હાલમાં સેટેલાઈટ વિસ્તારમાં પીજી તરીકે રહેતી યુવતી શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા સાગ્રીલા આર્કેડમાં પ્રશાંતભાઈના થાઈ સેન્સેસન નામના સ્પામાં મસાજ થેરાપીસ્ટ તરીકે નોકરી કરતી હતી. ગઈકાલે થલતેજ ગામમાં એસ.જી.મોલમાં આવેલા શીશા સ્પાના મેનજર રાહુલભાઈના બર્થ-ડે પાર્ટી રાખવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -