'અમદાવાદ એરપોર્ટનુ નામ સરદારના નામે રાખવાનો સૌથી પહેલો વિરોધ મોદીએ કરેલો'
સરદાર પટેલ સેવાદળ (એસપીજી ગ્રુપ)ના વડા લાલજી પટેલે એક પત્ર લખીને બીજેપી નેતાઓને યાદ અપાવી છે કે નેતાઓ સમય આવે સરદારના નામે રાજનીતિ કરવા પોતાનો મત બદલી નાંખતા હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલેટરમાં લખ્યુ છે કે, તમે સરદાર પટેલની પ્રતિમાં બનાવો એનો અમને વિરોધ નથી, પણ તમે મત લેવા રાજનીતિ કરો છો એ સમાજને ખબર છે. આમ પાટીદાર સમાજના શ્રી સરદાર પટેલ સેવાદળ ગ્રુપ દ્વારા લેટર લખી સરકાર પર ચાબખા માર્યા હતા.
બીજેપી નેતાઓએ પાટીદાર સમાજને અનામત મળે તે માટે કોઇ પ્રયત્નો કર્યા નથી, એટલું જ નહીં સરકારે પાટીદાર સમાજના વેપારીઓ અને સરકારી કર્મચારીઓને પણ ધાક ધમકી આપી હેરાન પરેશાન કર્યા હતા.
4 વર્ષથી પાટીદાર સમાજ માટે બીજેપી નેગેટિવ રહી છે, પોલીસ તંત્ર દ્વારા સમાજના યુવાનો અને મહિલાઓ વિરુદ્ધ ખરાબ વર્તન થયુ અને માર મારવામાં આવ્યો હતો, તે સમયે પાટીદાર નેતાઓ મૌન રહ્યાં હતાં. એટલું જ નહીં બીજેપી દ્વારા પોલીસ તંત્રની મદદથી યુવાનો પર ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદઃ પાટીદાર જૂથે ફરી એકવાર રાજ્ય અને કેન્દ્રની બીજેપી સરકારોને સરદાર પટેલ પર રાજનીતિ ના કરવા ચેતાવણી આપી છે. લાલજી પટેલે એક લેટર લખીને બીજેપી નેતાઓને યાદ અપાવ્યુ કે, 'અમદાવાદ એરપોર્ટનુ નામ સરદારના નામે રાખવાનો સૌથી પહેલો વિરોધ મોદીએ કરેલો', હવે તેના નામે રાજનીતિ થઇ રહી છે.
એસપીજી ગ્રુપ દ્વારા લખવામાં આવેલા લેટરમાં લખ્યુ છે કે, અમદાવાદ એરપોર્ટનું નામ જ્યારે સરદાર વલ્લભભાઇ પટેલ રાખવામાં આવ્યુ ત્યારે સૌથી પહેલા વિરોધ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ બીજેપી મંત્રી અશોક ભટ્ટે કરેલો. આજે તે જ નેતા સરદારના નામમો સહારો લઇને વૉટબેન્કની રાજનીતિ કરી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -