✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘પાટીદારોની માગણીઓ પૂરી નહીં કરે તો ભાજપ 2019માં પરિણામો ભોગવવા તૈયાર રહે’, ક્યા પાટીદાર નેતાએ કર્યો આ હુંકાર?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Sep 2018 01:16 PM (IST)
1

ઉમીયાધામના આગેવાનો પણ હાર્દિકને મળવા માટે પહોંચતાં પાટીદાર સમાજ હાર્દિકના આંદોલનને ટેકો આપી રહ્યો હોવાનું લાગી રહ્યુ છે. અત્યાર સુધી ભાજપ સરકાર હારિદિકના ઉપવાસને અવગણતી હતી પણ હવે હાર્દિકના આંદોલનને લઈને પ્રતિક્રિયા આપવી પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

2

લાલજી પટેલના આ નિવેદનના પગલે હવે હાર્દિકના આમરણાંત ઉપવાસને એસપીજીનો પણ ટેકો છે તે સ્પષ્ટ થઈ ગ.યું છે. જેના કારણે સરકાર પર ભીંસ વધશે તેમ મનાઈ રહ્યુ છે. અન્ય આગાવેના પણ હાર્દિકને મળી રહ્યા છે તે જોતાં હાર્દિકનું ઉપવાસ આંદોલન વધારે વેગ પકડશે તેવુ લાગી રહ્યું છે.

3

એસપીજીના લાલજી પટેલે કહ્યું હતું કે, સરકારે આ મામલે સમાધાન કરીને પાટીદારોની માંગણી પૂરી કરવી જોઈએ નહીંતર 2019માં લોકસભાની ચૂંટણી વખતે પાટીદારોના વિરોધ માટે સરકાર તૈયાર રહે. લાલજી પટેલનું નિવેદન મહત્વનું છે અને પાટીદાર સમાજમાં પ્રવર્તતી લાગણીનો તેમાં પડઘો હોવાનું મનાય છે.

4

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પાટીદારોને અનામત મળે તે માટે શરૂ કરેલા ઉપવાસ ને ધીરે ધીરે સમર્થન વધી રહ્યું છે. શનિવારે ઉમીયાધામના આગેવાનો અને સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલે પણ હાર્દિકની મુલાકાત લેતાં ગુજરાત સરકાર પર દબાણ વધ્યું છે.

  • હોમ
  • અમદાવાદ
  • ‘પાટીદારોની માગણીઓ પૂરી નહીં કરે તો ભાજપ 2019માં પરિણામો ભોગવવા તૈયાર રહે’, ક્યા પાટીદાર નેતાએ કર્યો આ હુંકાર?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.