✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ સાઇકલ પર જતાં વિદ્યાર્થીને AMTS બસે કચડી નાંખ્યો, કેવી રીતે થયો અકસ્માત?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Feb 2018 10:52 AM (IST)
અમદાવાદઃ સાઇકલ પર જતાં વિદ્યાર્થીને AMTS બસે કચડી નાંખ્યો, કેવી રીતે થયો અકસ્માત?
1

આ અંગે બસના કંડક્ટરે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી બસ હજુ સ્ટોપમાંથી બહાર જ નીકળી હતી, હજુ બસ ધીમી ગતિએ જ ચાલતી હતી, ત્યાં પાછળથી આવતી અલ્ટો કારે સાઇકલ પર સ્કૂલે જતાં વિદ્યાર્થીને ટક્કર મારી. આથી ફંગોળાઇને છોકરો બસના પતરામાં ભરાઇ ગયો. આથી બસના ડ્રાઇવરે એકદમ બ્રેક મારી દીધી.

2

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ અકસ્માત પછી કાર ચાલક યુવતી બેભાન થઈ ગઈ હતી. દરમિયાન તેના કોઈ પરિવારજન આવતાં તેને કાર સાથે ત્યાંથી દવાખાને લઈ ગયા હતા. અમે અમારા અકસ્માત વિભાગને જાણ કરી છે. પરંતુ પોલીસ ઘણાં સમય સુધી આવી નહોતી.

3

આ પછી હું આગળ ઘટનાના ફોટા પાડવા માટે ગયો. દરમિયાન બાળકને કોણ દવાખાને લઈ ગયું અને યુવતીને કોણ લઈ ગયું તે મને ખ્યાલ નથી. અકસ્માત થયું ત્યારે છોકરો જીવતો હતો. મોઢાના ભાગે તેને ઇજા થઈ હતી.

4

બીજી તરફ અકસ્માત સર્જાતા કાર ચાલક યુવતી ભાગવા જતી હતી, પરંતુ મેં બસ રોકી દીધી હતી અને કાર સામે આવીને કાર રોકાવી દીધી. પછી હું પાછળ છોકરા પાસે ગયો, ત્યાં યુવતી રડવા લાગી. યુવતી પોતાના દીકરાને સ્કૂલે મુકવા જતી હતી. બંને રડી રહ્યા હતા અને યુવતી આખી ધ્રુજી રહી હતી.

5

આ અકસ્માતને કારણે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. બીજી તરફ અકસ્માત પછી બસ ચાલક ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઘુમા તરફથી આવી રહેલી એએમટીએસની બસે આ અકસ્માત સર્જ્યો હતો.

6

અમદાવાદઃ શહેરના બોપલ-ઘુમા બસ સ્ટેન્ડ પાસે આજે સવારે એએમટીએસ બસની ટક્કરે સાઇકલ પર સ્કૂલે જતાં વિદ્યાર્થીનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બાળક સાઇકલ લઈને જતો હતો, ત્યારે કારે ટક્કર મારતાં બાળક ફંગોળાયો હતો અને એએમટીએસ બસ નીચે આવી જતાં તેનું મોત નીપજ્યું હતું.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ સાઇકલ પર જતાં વિદ્યાર્થીને AMTS બસે કચડી નાંખ્યો, કેવી રીતે થયો અકસ્માત?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.