ફી નિર્ધારણ અંગે સુપ્રીમ કોર્ટે શું આપ્યો મોટો ચુકાદો? જાણો વિગત
ફી નિયમનના કાયદાને સુપ્રીમ કોર્ટે બહાલી આપી છે. રાજ્ય સરકાર સુપ્રીમના નિર્ણયને સરકારની મોટી જીત ગણાવી રહી છે. નોંધનીય છે કે, રાજ્ય સરકારે બનાવેલા ફી નિયમનના કાયદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. રાજ્યના વિવિધ વાલીમંડળે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ રાજ્ય સરકારના ફી નિયમનના કાયદાને પડકારતી અરજી મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો હુકમ આપ્યો છે. ફી નિર્ધારણ કમિટીની ફરીથી રચના કરશે રાજ્ય સરકાર. આ નવી સમિતિના ચેરમેન હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ હશે.
એટલું જ નહીં, રિવિઝન સમિતિમાં પણ હાઈકોર્ટના બે નિવૃત્ત ન્યાયમૂર્તિ હશે. સાથે વાલીમંડળના 2 એસોસિયેશનને પણ આ સમિતિમાં સ્થાન મળશે. ફી નિર્ધારણ માટે લઘુત્તમ ફી નવેસરથી નક્કી થશે. ચાર અઠવાડિયામાં આ તમામ કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -