અમદાવાદ: પિતાએ જ પુત્ર-પુત્રીને મોતને ઘાટ ઉતારવાનો કર્યો પ્રયાસ, પત્નીએ કરી બૂમાબૂમ, જાણો કારણ
મેં ઘરમાં જઈને જોયું તો સોફા ઉપર પલ ચિત્ત પડેલ હતી અને તેના મોંઢા ઉપર ઓશીકું પડેલ અને તે ઓશિકાની બાજુમાં સોફાની અડધો લટકતો પ્રીત બેભાન હાલતમાં પડ્યો હતો. જેથી મેં બૂમાબૂમ કરતા સોસાયટીના લોકો ભેગા થઈ ગયેલ અને મારા બંને બાળકોને બાઈક ઉપર હોસ્પિટલમાં લઈ આવેલ અને હાલમાં બંનેની સારવાર ચાલુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોણા બે વાગ્યે હું પાછી આવી ત્યારે ઘરનો મુખ્ય દરવાજો કોઈએ ખોલ્યો ન હતો. જેથી મેં બાળકોના નામથી મોટે મોટેથી બૂમો પાડી હતી. તેમ છતાં કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી મેં પતિને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો. જેથી કંઈ અઘટિત બન્યું હોવાનું માની મેં મકાનની બારીમાં બૂમો પાડતા જિજ્ઞેશ દરવાજો ખોલીને દોડીને ભાગી ગયો હતો. ત્યાર બાદ સોસાયટીના લોકોએ જિજ્ઞેશને પકડી પાડ્યો હતો.
આખરી તારીખ હોવાથી મેં પ્રીતને સ્કૂલે મોકલ્યો ન હતો અને પલને સવારે 9.30 વાગ્યે સ્કૂલે મૂકીને ઘરે આવેલ હતી. છોકરાઓની રજા હોવાથી મેં પાર્લર ખોલ્યું ન હતું અને બપોરે 12.30 વાગ્યે પલને સ્કૂલેથી ઘરે લઈ આવી હતી. બપોરે 1.15 વાગ્યે હું સતાધાર ચાર રસ્તા આવેલ અલ્હાબાદ બેંકમાં પાર્લરની લોન માટે ગઈ હતી. ત્યારે પતિ અને બંને બાળકો ઘરમાં જ હતા.
મારાં સાસુ પુષ્પાબહેન અને સસરા રતિલાલ સોની તથા જેઠ હર્ષદભાઇ અને જેઠાણી નિલમબહેન દર્શન એપાર્ટમેન્ટ નારણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસે રહે છે. મારા પતિ અગાઉ માણેકચોકમાં ભાડાની દુકાન રાખીને દાગીના બનાવવાનું કામ કરતા હતા. 5 વર્ષ પહેલા તેમને 3 વર્ષ અગાઉ તેમને MCXના સટ્ટામાં 1 કરોડનું નુકશાન જતાં અમારી તમામ મિલકતો વેચી મારી હતી. જ્યારે 3 વર્ષથી તેઓ ઘરે બેઠા MCX ઉપર સોના-ચાંદીના કોમોડિટીનો સટ્ટો રમે છે. તેઓને ધંધામાં સારી આવક થતી ન હોઈ 6 મહિના અગાઉ ઘર ચલાવવા મેં બ્યુટી પાર્લરનું કામ શરૂ કર્યું હતું.
મારાં લગ્ન તા.2-12-2008 ના રોજ સમાજના રીત-રિવાજ પ્રમાણે થયા હતા. સંતાનમાં એક દીકરો અને દીકરી છે. જેમાં મોટો દીકરો પ્રીત જે સુભાષ ચોક એવન સ્કૂલમાં ધોરણ-3માં અભ્યાસ કરે છે જ્યારે નાની દીકરી પલની છે. જે અભિ એપાર્ટમેન્ટ ખાતે આવેલ આરંભ ભૂલકા ઘરમાં સીનિયર કે.જીમાં અભ્યાસ કરે છે.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ આકાશગંગા ફ્લેટની આ સમગ્ર ઘટનાને પગલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં પાયલબેન જીજ્ઞેશભાઈ સોનીએ ફરિયાદમાં લખાવ્યું હતું કે, મારું નામ પાયલબહેન જિજ્ઞેશભાઇ સોની, ધંધો વેપાર. રહે. 6-64 આકાશગંગા એપાર્ટમેન્ટ સોલા રોડ ઘાટલોડિયા. ફરિયાદમાં હકીકત લખાવું છું કે હું પતિ અને બે બાળકો સાથે ભાડેથી રહું છું અને અંબિકા એપાર્ટમેન્ટ ગેટ નંબર- 4 ખાતે પલ બ્યુટી પાર્લર કેર ચલાવે છે.
અમદાવાદ: અમદાવાદમાં આર્થિક તંગીને કારણે પિતાએ જ પુત્ર-પુત્રીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હોવાની હચમચાવતી ઘટના સામે આવી હતી. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા આકાશગંગા ફ્લેટની આ ઘટનાએ લોકોને ચોંકાવી દીધા હતાં. આર્થિક તંગીથી કંટાળી ગયેલા પિતાએ પોતાના પુત્ર અને પુત્રીને ગળેટુંપો આપી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પુત્ર-પુત્રીને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -