સુરતઃ 'યુવતીએ સંમતિથી માણેલું સેક્સ, પૈસા અંગે તકરાર થતાં ગેંગરેપની ફરિયાદ કરી'
પોલીસે અડાજણ પોલીસ સ્ટેશનની હદમાંથી અપહરણ થયું હોવાનું જણાવી તેને અડાજણ જવા કહ્યું હતું. અડાજણ પોલીસે સવારે 9 વાગ્યે આવેલી યુવતીને બપોર સુધી બેસાડી રાખ્યા કાર્યવાહી શરૂ કરી તેના કારણે આરોપીઓને ભાગવાનો મોકો મળી ગયો. સુરતના પોલીસ કમિશન્ર સતિષ શર્માએ પોતે પોલીસ કાર્યવાહીની ટીકા કરી છે.
સુરતઃ મુંબઈની સેક્સ વર્કર યુવતીએ ગેંગરેપની ફરિયાદ કરતાં સુરતની પોલીસે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે આરોપી રમેશ કાબાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. સુરત ગેંગરેપ કેસના આરોપીએ અરજીમાં રજૂઆત કરી છે કે, તેણે યુવતીની સંમતિથી સેક્સ માણ્યું હતું. 5 મિત્રોએ મુંબઈની પ્રોફેશનલ સેક્સ વર્કરને ફાર્મ હાઉસ પર બોલાવી હતી. પરંતુ પૈસાની લેતી દેતીની તકરારમાં ગેંગરેપની ફરિયાદ થઈ છે.
મુંબઈની 21 વર્ષીય સેક્સ વર્કરને રમેશ કાબાએ તેના મિત્રો સાથે પરાણે સેક્સ સંબંધો બાંધવાની ફરજ પાડી હતી. આ ગેંગ રેપ કાબાના ફાર્મહાઉસમાં થયો હતો. કડોદરા વાકાનેડા ખુમાનસીંગની વાડી પાસે આર.કે. નામથી રમેશ કાબાનું ફાર્મહાઉસ છે. આ ફાર્મહાઉસ રમેશ કાબાની ઐયાશીનો અડ્ડો ગણાય છે.
રમેશ કાબા ઉર્ફે રમેશ કુરજી લાખાણી અને અન્ય ચાર યુવાનોએ આખી રાત વારફરતી સેક્સ વર્કરને પોતાની સાથે પરાણે સેક્સ સંબંધો બાંધવા ફરજ પાડી હતી. નશામાં ચકચૂર પાંચેયે યુવતીને પીંખી નાંખ્યા બાદ ઢોર માર પણ માર્યો હતો. યુવતી ગમે તેમ કરીને કડોદરા પોલીસ સ્ટેશને પહોંચી પણ પોલીસે તેની ફરિયાદ નહોતી લીધી.
યુવતીએ આગલી રાત્રે અડાજણમાં કેદારકૃપા એપાર્ટમેન્ટમાં પરમારના ફ્લેટમાં ત્રણ યુવક સાથે સેક્સ માણ્યું હતું. પરમારે તેના પૈસા નહોતા આપ્યા તેથી યુવતીએ જવાની ના પાડી હતી. વિજયે તેને તરત પૈસા આપવા કહેતાં યુવતી તૈયાર થઈ હતી. વિજયે રૂ. 15 હજાર યુવતીને આપ્યા હતા પણ યુવતીએ બધી રકમ માગી હતી.
રમેશ કાબાએ તેના મિત્રો સાથે 29મી માર્ચની રાત્રે દારૂની મહેફીલ જમાવી હતી. દરમિયાનમાં શરાબ અને કબાબ સાથે શબાબની પણ ઈચ્છા થતાં અડાજણના દલાલ વિજય પરમારનો સંપર્ક કર્યો હતો. વિજય પરમાર સાથે રમેશ કાબાએ મુંબઈની સેક્સ વર્કર યુવતીનો રૂપિયા 25 હજારમાં સોદો નક્કી કર્યા હોવાની વાત સામે આવી છે.
નોંધનીય છે કે, સેક્સ વર્કર યુવતીએ કરેલી ફરિયાદ પ્રમાણે તેણે આરોપીઓને સેક્સ માટે ના પાડી તેમ છતાં તે લોકોએ તેની પર સામુહિક બળાત્કાર કર્યો હતો. આ ગેંગરેપ કેસમાં મુખ્ય સૂત્રધાર નામચીન બિલ્ડર રમેશ કાબા છે. આ કેસમાં હજુ બે આરોપી ફરાર છે, રમેશ કાબાની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને ઘણી ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ હતી.
આ મુદ્દે સેક્સ વર્કર અને વિજય વચ્ચે ઝગડો થયો હતો. દરમિયાનમાં કાબાના માણસો યુવતીને લેવા આવી પહોંચતાં વિજયે તેને જબરદસ્તી કારમાં બેસાડી દીધી હતી. કાબાના માણસો તેને ફાર્મહાઉસમાં લઇ ગયો હતો. અહીં સેક્સ વર્કર પર કાબા સહિત પાંચ હવસખોરોએ આખી રાત બળાત્કાર ગુજારી તેના શરીરને ચૂંથ્યું હતું.