Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
બિટકોઈન કેસમાં પૂર્વ IPS સહિત કયા બે આરોપી જામીન પર છૂટ્યા, જાણો વિગત
આ કેસના એક આરોપી કિરીટ પાલડિયાને અગાઉ ગુજરાત હાઈકોર્ટ જામીન આપી ચુકી છે ત્યારે કિરીટ પાલડિયાની જેમ તેમને પણ જામીન આપવામાં આવે. ત્યાર બાદ જસ્ટીસ એ.જે. દેસાઈએ આ મામલે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ જગદીશ પટેલ અને કેતન પટેલને જામીન ઉપર છોડવા હુકમ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App12 કરોડના બિટકોઈન પડાવી લેવાનો આરોપને લઈ સાબરમતી જેલમાં રહેલા આઈપીએસ અધિકારી જગદીશ પટેલ અને સુરતના વકીલ કેતન પટેલે જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે તેઓ છેલ્લાં આઠ મહિનાથી જેલમાં છે. આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ પુરી કરી દેવામાં આવી છે.
અમદાવાદઃ બિટકોઈન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા અને કિરીટ પાલડીયા બાદ સોમવારે વધુ બે આરોપીના જામીન મંજૂર થયા છે. ગુજરાત હાઈકોર્ટે બિટકોઈન કૌભાંડ મામલે અમરેલીના પૂર્વ એસ.પી. જગદીશ પટેલ અને વકીલ કેતન પટેલના નિયમિત જામીન મંજૂર કર્યાં છે. આમ આ કેસમાં કુલ 4 આરોપીને જામીન મળી ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -